અમિષા પટેલના જીવનના સૌથી અંગત ખુલાસા
બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ એવી હોય છે જે થોડા જ સમયમાં મોટું નામ બનાવી લે છે અને ઘણી અભિનેત્રીઓ આવી અને ખોવાઈ પણ જાય છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ હોય છે જે બોલીવુડથી દૂર પણ નથી હોતી અને બોલીવુડમાં ખાસ જોવા પણ નથી મળતી પરંતુ તેમને કરેલા કામને કારણે તે એક આગવું નામ પણ ધરાવે છે. આવી જ એક અભિનેત્રી છે અમિષા પટેલ. જેને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને 44 વર્ષની ઉમ્મરે પણ તે કુંવારી છે. છતાં પણ તેના વિશેની ઘણી જ ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલતી હોય છે.

અમિષા પટેલે ગદર, કહોના પ્યાર હે, જેવી સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેના વિશેની એક ખબર પણ વાયરલ થઇ રહી છે. અમિષા પટેલે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના બોયફ્રેન્ડને પણ ડેટ કર્યું હતું. અમીષાએ પ્રીતિના બોયફ્રેડ નેસ વાડિયા સાથે ડેટ કર્યું હતું, આ બંનેની મુલાકાત જીમની અંદર થઇ હતી.

નેસ વાડિયા ઉઅપ્રત અંમિષાનું નામ વિક્રમ ભટ્ટ સાથે પણ જોડાયેલું હતું, આ બંને વચ્ચે 5 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. જો કે વિક્રમ ભટ્ટ પહેલેથી જ પરણિત હતો. વિક્રમ બાદ અમિષા પટેલે બિઝનેસમેન કણ્વ પુરી સાથે પણ ડેટ કર્યું હતું. પરંતુ આ બનેં વચ્ચે પણ 2010માં બ્રેકઅપ થઇ ગયું હતું.
View this post on Instagram
અમિષા અવાર નવાર સોશિયલ મીડિયામાં બોલ્ડ ફોટો શેર કરે છે. તેના કારણે જ તેને ઘણા લોકો ટ્રોલ પણ કરતા હોય છે. અમિષાનું અંગત જીવન પણ ઘણું જ વિવાદોમાં રહેલી છે. અમિષાનો તેના માતા- પિતા સાથે પણ ઝઘડો થઇ ગયો હોવાનું પણ સામે આવ્યું હતું.
View this post on Instagram
અમિષા અને તેના માતા પિતા વચ્ચે સંપત્તિને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો હતો, એટલું જ નહીં અમીષાએ તેના પિતા ઉપર તેના 12 કરોડ રૂપિયા હડપી લેવાનો પણ આરોપ મુક્યો હતો. આ ઉપરાંત અમીષાએ કહ્યું હતું કે તેની મા તેને ચપ્પલથી મારીને કાઢી મૂકી હતી.