ખબર

પોતાનાથી 31 વર્ષ નાની છોકરી સાથે નિકાહ કરીને ખુબ મજા કરનાર સેલિબ્રિટીના મૃત્યુ પછી હવે તેની લાશ કબરમાંથી કાઢવામાં આવશે, કારણ જાણીને હોંશ ઉડી જશે 

51 વર્ષના આ સેલિબ્રિટીએ 18 વર્ષની રૂપ રૂપનો અંબાર યુવતી સાથે નિકાહ કરીને ખુબ જલસા કર્યા હતા, હવે તેની લાશ કબરમાંથી કાઢવામાં આવશે, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાની ટીવીના મશહૂર હોસ્ટ અને સાંસદ રહી ચૂકેલા આમિર લિયાકત હુસૈનની મોત પર રહસ્ય ગહેરાતુ જઇ રહ્યુ છે. જીવનભર વિવાદો સાથે ઘેરાયેલા આમિર લિયાકત મોત બાદ પણ વિવાદોમાં ઉલઝાયેલા છે. મોતના કારણોને લઇને તમામ અટકળો વચ્ચે હત્યાની પણ સાજિસની વાત કરવામાં આવી રહી છે.

હવે લિયાકતના શબને કબરમાંથી નીકાળી પોસ્ટમોર્ટમ કરાવવાનો આદેશ કોર્ટે આપ્યો છે. જો કે, પરિવાર અને કેટલાક પાકિસ્તાની સેલેબ્સ કોર્ટના આ નિર્ણયથી ખુશ નથી અને પોસ્ટમોર્ટમ ના કરાવવાના પક્ષમાં છે. પાકિસ્તાની ટીવીના મશહૂર ચહેરા આમિર લિયાકતના એક ફેને કોર્ટમાં અરજી કરી હતી અને મોત પર સંદેહ જતાવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે, મશહૂર ટીવી હોસ્ટ અને રાજનેતાની મોતનો ખુલાસો થવો જોઇએ. અરજીકર્તાએ એ શક જતાવ્યો હતો કે પ્રોપર્ટીને લઇને પણ તેમની હત્યા થઇ શકે છે. કોર્ટને અપીલ કરવામાં આવી હતી કે આમિર લિયાકતના પોસ્ટમોર્ટમ માટે વિશેષ બોર્ડ બનાવવામાં આવે. આમિર લિયાકતનું 9 જૂનના રોજ નિધન થયુ હતુ

અને બીજા જ દિવસે તેમને દફનાવવામાં આવ્યા હતા. ન્યાયિક મેજિસ્ટ્રેટ નઝીર હુસૈન મેમને કહ્યુ કે, એ સ્પષ્ટ છે કે મૃતકની મોતનું કારણે હજી સુધી અનિશ્ચિત છે. મોત પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેની જાણ માત્ર શબને નીકાળી અને તેની તપાસ બાદ જ થઇ શકશે.

આમિર લિયાકત હુસૈનની મોત બાદ પોલિસે કહ્યુ હતે કે શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરંતુ પરિવારે ના કહી દીધી અને પોલિસે શબને છોડ્યા પહેલા પ્રારંભિક તપાસ કરી હતી. તે બાદ અબ્દુલ અહદ નામના એક નાગરિકે ન્યાયિત મેજિસ્ટ્રેટની અદાલતમાં અરજી દાખલ કરી.જણાવી દઈએ કે 50 વર્ષીય હુસૈનનું આ મહિનાની શરૂઆતમાં કરાચીના ખુદાદદ કોલોની સ્થિત તેમના ઘરે નિધન થયું હતું.

પોલીસે તે સમયે કહ્યું હતું કે તેના ઘરેલુ સ્ટાફના કહેવા મુજબ તેની તબિયત સારી નથી, પરંતુ તે મેડિકલ ચેકઅપ માટે ગયો ન હતો. બાદમાં તેની તબિયત બગડી, ત્યારબાદ તેને આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.