અડધી રાત્રે આમિર ખાને માફી માંગતો વીડિયો કર્યો પોસ્ટ, ફિલ્મ ફ્લોપ થવાથી આમિર ખાનને ખુબ આઘાત લાગ્યો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં ચર્ચામાં છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે માફી માંગી હતી, જેના કારણે તે ફરી એકવાર યુઝર્સના નિશાના પર આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયો થોડા સમય પહેલા ડિલીટ કરવામાં આવ્યો હતો, પરંતુ વધુ આશ્ચર્યની વાત એ છે કે તેને થોડા સમય પહેલા ફરીથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઈન્ટરનેટના લોકો ફરી એકવાર ગુસ્સે થઈ ગયા છે.

આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટએ જબરદસ્ત ધૂમ મચાવી છે. પ્રોડક્શનના ટ્વિટર હેન્ડલ પર માફી માંગતો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપમાં લોકોની માફી માંગવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે જો મારા કથન અને કૃત્યથી અજાણતા કોઈનું દિલ દુભાવ્યું હોય તો હું માફી માંગુ છું. આ ટ્વીટ પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. કારણ કે આ ટ્વીટ આમિર ખાન પ્રોડક્શનની હતી, તેને આમિરની ટેક માનવામાં આવી હતી.

પરંતુ આ કહાનીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જયારે આ ટ્વીટ પોસ્ટ થયાના લગભગ 12 કલાક બાદ તેને હટાવી દેવામાં આવી. આમિર ખાન પ્રોડક્શને આ વાયરલ વીડિયો ક્લિપને ડિલીટ કરી દીધી હતી. આ ટ્વીટને અચાનક હટાવવાથી સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આમિર ખાન પ્રોડક્શનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. જ્યારે આ વીડિયો પહેલા ઘણા લોકોએ જોયો હતો, ત્યારે પણ ટ્વિટર એકાઉન્ટ હેક થવાની આશંકા હતી. હવે જે રીતે ટ્વીટને તાત્કાલિક હટાવી દેવામાં આવી છે, તેની પાછળનું કારણ જાણવા લોકોની ઉત્સુકતા વધી ગઈ છે.

આ ક્લિપમાં ન તો આમિર ખાનનો અવાજ હતો કે ન તો તેનો ચહેરો. ફક્ત લખાણ લાખવામાં આવ્યું હતું અને અંતે મિચ્છામિ દુક્કડમ. તેની સાથે હાથ જોડતા ઇમોજી પણ હતા.  મિચ્છામી દુક્કડમના અવસર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે માફી માગવાનો આ દિવસ છે. આ વીડિયોને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા અડધી રાત્રે શેર કરવામાં આવ્યો હતો, જે સવારે ડિલીટ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આમીર ખાનના પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ એકાઉન્ટથી આ વીડિયો ફરીથી પશોટ થતા લોકોમાં કુતુહલ જન્મ્યું છે.

Niraj Patel