ખબર

ખુશખબરી / ઓક્સિજન ‘સંકટ’ મોદી સરકારે લીધો જોરદાર નિર્ણય

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ અને તેમાં પણ ઊભી થતી ઓક્સિજનની અછતને કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહે છે ત્યારે આ વચ્ચે ઘણા મોટા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજનની ઉણપ ઊભી થઈ હોવાના કારણે ઘણા દર્દીઓને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવવો પડી રહ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે, આ બધાની વચ્ચે આજે દેશમાં ઓક્સિજનની સપ્લાયના મુદ્દે આજે પીએમ મોદી એક મહત્વની બેઠક કરી છે.

આદેશ અનુસાર ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર ઓક્સિજન સપ્લાય આજથી કરી શકાશે નહી. ફક્ત 9 શ્રેણીઓને બાદ કરતાં ઓક્સિજન સપ્લાય કરનાર, ઓક્સિજનના નિર્માણ કરનાર પ્લાન્ટ અને ઓક્સિજનની અવરજવર કરનાર વાહનો પર કોઇ પ્રતિબંધ નહી હોય.

કોરોના વાયરસથી દેશમાં બગડતી સ્થિતિ અને ઓક્સીજનની મોટી સમસ્યાને જોતાં ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ઇંડસ્ટ્રીને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં સુચારુ રીતે ઓક્સિજન સપ્લાય થાય એટલા માટે ગૃહ મંત્રાલયે આજે આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ સરકાર તરફથી છૂટ મળેલી ઇંડસ્ટ્રીને જ ઓક્સિજન સપ્લાય થશે.