ખબર

અમેરિકાના પહેલા વેક્સીનનું માણસો પર થયું સફળ પરીક્ષણ, રાતોરાત તેના શેરમાં આવ્યો 30 ટકાનો વધારો

દુનિયભરમાં કોરોના વાયરસનો ખતરો વ્યાપેલો છે અને આખી દુનિયા તેની સામે લાડવા માટે ઝઝૂમી રહી છે, તો દુનિયાના મોટાભાગના દેશો કોરોના વાયરસની દવા શોધવામાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી સફળતા મળવાના કોઈ મોટા સમાચાર સામે નથી આવ્યા, પરનૌટ હાલમાં જ અમેરિકા તરફથી એક ખુશખબરી જરૂર આવી છે, અમેરિકાએ કોરોના વાયરસ માટેની વેક્સિનનું માણસો ઉપર સફળ પરીક્ષણ કરી લીધું છે.

Image Source

કોરોના વાયરસની રસીનું સફળ પરીક્ષણ કરનાર કંપની છે અમેરકાના બોસ્ટન સ્થિત બાયોટેક કંપની મોર્ડના. આ કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે જે પ્રતિભાગિયો ઉપર તેમના mRNA વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો તેમના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો છે અને સાઇફ ઇફેક્ટ પણ મામૂલી આવ્યા છે.

સોમવારના રોજ મોર્ડના કંપનીએ પોતાના પ્રારંભિક ચરણના અંતિમ પરિણામ વિષે જણાવ્યું હતું, તેમના જણાવ્યા અનુસાર mRNA-1273 નામની આ વેક્સીને કેન્ડીડેટને આપવામાં આવી અને તેના શરીરમાં માત્ર મામૂલી દુષ્પ્રભાવ જોવા મળ્યા અને વેક્સિનનો પ્રભાવ સુરક્ષિત અને સહનીય મળી આવ્યો છે.

Image Source

આ વેક્સિનને કારણે કેન્ડિડેટની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરીને કોરોના વાયરસ સને રિકવર કરવામાં મદદગાર સાબિત થાય છે. એવું મોર્ડના દ્વારા જણાવવામાં આવ્યું છે.

મોર્ડના પહેલી એવી અમેરિકાની કંપની છે જેને બાકી રસીઓને પાછળ છોડી દીધી છે. આ કંપનીએ વેક્સિનનું સફળ પરીક્ષણ કરવા માટે માત્ર 42 દિવસનો જ સમય લીધો છે. અને પહેલીવાર એવું પણ બનતું જોવા મળ્યું છે કે પ્રાણીઓ પહેલા આ વેક્સિનનો પરીપગ સીધો જ માણસો ઉપર કરવામાં આવ્યો છે.

Image Source

મોર્ડના કંપનીના વેક્સીન બનાવવાના દાવા અને સફળ પરીક્ષણ પછી તેના શેરમાં પણ ત્રણ ઘણો ઉછાળ આવ્યો છે અને 30% સુધી તેના શેર પણ વધ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.