ખબર

ખુશખબરી: આ લોકોને મળી માસ્કથી મુક્તિ, જાણો વિગત

અમેરિકામાં સેંટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એંડ પ્રિવેંશન CDCએ મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. CDCએ કહ્યુ કે, જે લોકોએ વેક્સિનનો પૂરો ડોઝ લીધો છે તેઓ ઘરથી બહાર નીકળે ત્યારે માસ્ક વગર નીકળી શકે છે. જો કે, આ લોકો નાના ગ્રુપમાં જ મળી શકશે અને ભીડ એકઠી કરવા દેવામાં આવશે નહિ.

કોરોના મહામરીના સંકટમાં ખરાબ રીતે ફસાયેલા અમેરિકામાં પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ ગઇ છે. અહીંના આરોગ્ય અધિકારીઓ કહે છે કે સંપૂર્ણ અમેરિકનોને વેક્સિન અપાઇ ગઇ છે તેઓને મોટી સંખ્યામાં ભીડ સિવાય અન્યત્ર માસ્ક લગાવવાની જરૂર નથી. કોરોના સંક્રમણમાં અમેરિકામાં કેટલાયે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. વેક્સીનેશન પછી પરિસ્થિતિ થાળે પડવા લાગી છે. અમેરિકામાં હવે ધીરે ધીરે પહેલા જેવુ થઇ રહ્યુ છે.

આ પહેલા ઇઝરાયલે આ પગલુ ઉઠાવ્યુ હતુ. જયાં કેટલાક નિયમો સાથે માસ્ક વગર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. ઇઝરાયલમાં લગભગ 60% આબાદી વેક્સિનેટ કરાઇ ચૂકી છે.