અજબગજબ ધાર્મિક-દુનિયા

આ મંદિરમાં પરિક્રમા કરતા જ પગ પર ઉભી થઇ ગઈ લકવાગ્રસ્ત અમેરિકન મહિલા, વાંચો આ ચમત્કારિક મંદિર વિશે

ભારતની પરંપરા અને પૂજા પ્રણાલી વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ જ કારણ છે કે વિશ્વભરના લોકો અહીં વિશ્વાસ અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષિત થઈને તેના વિશે જાણવા માટે આવે છે. ત્યારે આવું જ એક મંદિર રાજસ્થાનમાં નાગૌર જિલ્લામાં આવેલું છે, આ બુટાટી ધામનું સંત ચતુરદાસ મહારાજ મંદિર અહીં લકવાના રોગના માત્ર સાથ પરિક્રમા દ્વારા કુદરતી ઉપચાર માટે દેશની સાથે સાથે વિદેશમાં પણ પ્રખ્યાત છે.

Image Source

લકવાના રોગના પ્રાકૃતિક ઉપચાર વિશે સાંભળીને અમેરિકાના શિકાગોની એક લકવાગ્રસ્ત મહિલા જેનિફર ક્રાફટ પણ આ મંદિર આવી પહોંચી અને અહીં આવવાના માત્ર ૫ જ દિવસમાં તે હવે જાતે ઉભી થઇ શકે છે અને સારી રીતે ચાલી પણ શકે છે.જયારે તે આ મંદિર આવી હતી, ત્યારે એનું પોતાના પગ પર ઉભી થવું ખૂબ જ મુશ્કેલ હતું. જેનિફર ક્રાફ્ટે મંદિરમાં સકારાત્મક ઉર્જાના પ્રભાવને કારણે અહીં આવવાની વાત કહી છે.

Image Source

વર્ષ 2014માં બાઇક અકસ્માતમાં, તેને કરોડરજ્જુમાં ઈજા થવાને લીધે તેની કમરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત થયો હતો. તેને ચાલવામાં ઘણી મુશ્કેલી હતી. આવી પરિસ્થિતિમાં, તે ખૂબ ચિંતામાં રહેવા લાગી હતી. એક દિવસ તેણે સોશિયલ મીડિયા દ્વારા બુટાટી ધામ વિશે સાંભળ્યું. એને ભરોસો હતો કે અહીં કંઈક સારું થઇ શકે છે. અહીં તેના જીવનને નવી દિશા મળી શકે છે. તેની આસ્થા અને શ્રદ્ધા તેને અહીં સુધી ખેંચી લાવી. અહીં આવીને, પરિક્રમા કરતા જ તે આસ્થામાં ડૂબી ગઈ અને પાંચ જ દિવસોમાં તે પોતાના પગ પર ઉભી થઇ ગઈ. જેનિફરએ કહ્યું કે આ બાબાનો ચમત્કાર જ છે કે તે હવે પોતાના પગ પર ઉભી થઇ શકે છે. એ કહે છે કે આ ચમત્કાર છે, હવે મને ઘણું સારું લાગી રહ્યું છે, હવે હું મારા પગ પર ઉભી થઇ શકું છું.

Image Source

આશુતોષ શર્મા સાથે સાયકલ પર બુટાટી ધામના ચતુરદાસ મહારાજ મંદિર લાવવામાં આવેલી જેનિફર હવે મંદિરમાં જ રોકાઈને પરિક્રમા કરી રહી છે. હવે તે થોડો ટેકો લઈને પરિક્રમા કરવા લાગી છે. ભૌતિક સુવિધાઓના કારણે, જ્યાં ધનિક લોકો હોટલમાં રોકાય છે, ત્યારે વિદેશી જેનિફર બુટાટી મંદિર પરિસરમાં જ આવેલા ઓરડામાં રોકાઈ છે. જે ઓરડામાં તે રોકાઈ છે એ ઓરડામાં એસી જેવી કોઈ સુવિધા નથી, તેમ છતાં ભીષણ ગરમીમાં તે સાત દિવસ રોકાઈને પરિક્રમા કરશે. તેમણે કહ્યું કે તેઓ જે સકારાત્મક ઉર્જા માટે અહીં આવ્યા છે, એ ફક્ત આ જગ્યામાં જ મળી શકે છે, બાકી સુવિધાઓ તો દરેક જગ્યાએ મળી જ જશે.

Image Source

બળબળતી ગરમીમાં પણ જેનિફર કોઈ પણ જાતના દેખાડા કર્યા વિના જ બીજા બધા લકવાગ્રસ્ત લોકો અને ભક્તો સાથે બેસીને મંદિરની આરતીના દર્શન કરે છે અને બધાની સાથે જ પરિક્રમા કરે છે. મંદિરમાં અમેરિકન યાત્રાળુ રોકાયા હોવાની વાત જાણીને આસપાસના ગામના લોકો પણ જેનીફરને મળવા આવી રહયા છે અને તેના જલ્દી જ સાજા થઇ જવાના આશીર્વાદ પણ આપી રહયા છે.

મંદિરનું મહત્વ –

રાજસ્થાનના નાગૌરથી ચાલીસ કિમી દૂર અજમેર-નાગૌર રોડ પર કુશેરા કસબા નજીક બુટાટી ધામમાં ચતુરદાસ મહારાજ મંદિર છે. આ મંદિર વાસ્તવમાં ચતુરદાસ મહારાજની સમાધિ છે. એવું માનવામાં આવે છે કે આશરે પાંચસો વર્ષ પહેલાં સંત ચતુરદાસજી અહીં રહેતા હતા. ચારણ કુળમાં જન્મેલા ચતુરદાસ, એક મહાન સિદ્ધ યોગી હતા અને તેઓ પોતાની સિદ્ધિઓથી લકવાગ્રસ્ત દર્દીઓને સાજા કરી દેતા હતા. આજે પણ લોકો લકવાથી મુક્ત થવા માટે તેમની સમાધિની સાત પ્રદક્ષિણા ફરે છે. અહીં દેશભરમાંથી દર વર્ષે લાખો લકવાના દર્દીઓ અને અન્ય ભક્તો, ખાસ કરીને એકાદશી અને બારસના દિવસે આવે છે.

Image Source

આ મંદિર સાત પરિક્રમા દ્વારા લકવાના રોગથી મુક્તિ માટે જાણીતું છે. અહીં લકવાગ્રસ્ત દર્દીઓને દરરોજ સાત દિવસ માટે પરિક્રમા કરવાની હોય છે. સવારની આરતી પછી, પ્રથમ પરિક્રમા મંદિરની બહાર અને સાંજની આરતી પછી બીજી પરિક્રમા મંદિરની અંદર કરવાની છે. આ બંને પરિક્રમા મળીને એક પરિક્રમા કહેવામાં આવે છે. દર્દીને સાત દિવસ સુધી આ રીતે પ્રદક્ષિણા કરવાની હોય છે. અહીં દર્દીના પરિવારના સભ્યો નિયમિત રૂપે મંદિરની 7 પરિક્રમાઓ કરાવે છે. હવન કુંડની ભભૂતિ લગાવે છે અને રોગ ધીમે ધીમે તેની અસર ઘટાડે છે. શરીરના અંગો જે હલતા નથી, એ ધીમે ધીમે કામ કરવા લાગે છે.