અમેરિકાથી જયપુર આવેલી મહિલાને 300 રૂપિયાની જવેલરી 6 કરોડમાં વેચી નાખી, અને પછી જયારે ખબર પડી ત્યારે…

અતિથિ દેવો ગણાતા દેશમાં વિદેશી મહિલા સાથે થઇ લૂંટ ! જયપુરમાં વેપારીએ 300 રૂપિયાની નકલી ડાયમંડની જવેલરી 6 કરોડમાં વેચી દીધી, 2 વર્ષ પછી ખબર પડતા…

American woman cheated in Jaipur : જયપુરનું શરાફ માર્કેટ તેની અનોખી જ્વેલરી અને આભૂષણો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં માત્ર સોના અને ચાંદીના ઘરેણાંની જ નહીં, પણ હીરાના ઘરેણાંની પણ ભારે માંગ છે. આ માર્કેટમાં વિદેશી પર્યટકો પણ ખરીદી માટે આવે છે. જો કે, તાજેતરની ઘટનાએ આ બજારની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. જ્વેલરીની દુકાન ધરાવતા પિતા-પુત્રની જોડીએ અમેરિકન મહિલાને છેતરી. તેણે આ મહિલાને 6 કરોડ રૂપિયાના નકલી ઘરેણાં વેચ્યા અને નકલી પ્રમાણપત્રો પણ આપ્યા. જ્યારે આ છેતરપિંડીનો ખુલાસો થયો, ત્યારે આરોપીએ મહિલાને ફસાવવાનું કાવતરું ઘડ્યું.

આ કેસ જયપુરના ગોપાલજી કા રસ્તા પર સ્થિત દુકાન નંબર 1009 રામા રોડિયમનો છે. બે વર્ષ પહેલા ચેરીશ નામની અમેરિકન મહિલાએ આ દુકાનમાંથી 6 કરોડ રૂપિયાની જ્વેલરી ખરીદી હતી. ચેરીશ આ જ્વેલરીને યુએસએ લઈ ગઈ, જ્યાં તેણે એક પ્રદર્શનમાં સ્ટોલ લગાવ્યો. આ દરમિયાન તેને ખબર પડી કે તેના ઘરેણાં નકલી છે, જેના કારણે તે ચોંકી ગઈ. ત્યારબાદ, ગયા મહિને તે ફરીયાદ નોંધાવવા જયપુર આવી હતી, ચેરીશ નકલી ઘરેણાંની ફરિયાદ કરવા બપોરે 3.30 વાગ્યે રામા રોડિયમની દુકાને પહોંચી હતી. પરંતુ, જ્વેલર ગૌરવ સોનીએ તેના બદલે તેના પર આક્ષેપ કર્યો હતો.

જ્યારે ચેરીશે અન્ય સ્થળે જ્વેલરીનું પરીક્ષણ કરાવ્યું ત્યારે ત્યાં પણ તે નકલી હોવાનું જણાયું હતું. આ પછી, તેણે યુએસ એમ્બેસીને આ છેતરપિંડી વિશે જાણ કરી અને 18 મેના રોજ, તેણે જ્વેલર્સ રાજેન્દ્ર સોની અને તેના પુત્ર ગૌરવ વિરુદ્ધ માણક ચોક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. દરમિયાન જ્વેલર્સે વિદેશી મહિલા સામે લૂંટની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસ તપાસમાં સાબિત થયું હતું કે દાગીના નકલી હતા અને રૂ. 300ની કિંમતના પથ્થરને પોલિશ કરીને કિંમતી હીરા તરીકે વેચવામાં આવ્યા હતા. આ ખુલાસા બાદ અન્ય જ્વેલર્સમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

Niraj Patel