રશિયન સેનાના હથિયારો અને આખે આખું ટેન્ક લઈને ભાગી ગયા અમેરિકાના સૈનિકો અને પછી કહ્યું “THANKS”

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાંથી દરરોજ નવા સમાચાર આવી રહ્યા છે, દરરોજ નવા વીડિયો અને નવી તસવીરો સામે આવી રહી છે. આ દરમિયાન અમેરિકન સૈનિકોનો એક વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે યુક્રેનને સમર્થન આપવા માટે ઘણા સૈન્ય સૈનિકોએ આ યુદ્ધમાં સ્વયંસેવક તરીકે ભાગ લીધો છે.

પરંતુ સોમવારે જે બન્યું તેની કોઈએ કલ્પના કરી ન હતી. જ્યારે અમેરિકી ટીમે તેમના કેટલાક હથિયારો સાથે રશિયન ટેન્કની ચોરી કરી છે. જેમ્સ વાસ્ક્વેઝ, એક સમયે યુએસ આર્મી સ્ટાફ સાર્જન્ટ, માર્ચમાં યુએસ છોડીને યુક્રેનમાં જોડાવા માટે તેમની સેનામાં જોડાયા હતા. તે ટ્વિટર પર આ યુદ્ધ સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કરતો રહે છે.

તેમણે સોમવારે આ વીડિયો શેર કર્યો હતો. આમાં તેના સાથીઓ રશિયન ટેન્ક લાવી રહ્યા છે. 20 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે તેના અવાજમાં કેવી ખુશીનો અહેસાસ થાય છે અને તે કહી રહ્યો છે કે તે રશિયાનુ હતુ, હવે તે આપણું થઈ ગયું છે અને તે પછી તે રશિયાનો આભાર પણ માને છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેમની ટીમે રશિયન સેનાના બોમ્બ પણ ચોરી લીધા છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શન લખ્યું છે કે, ‘તે ખરેખર ખૂબ જ સારો દિવસ હતો’. જેમ્સે ટ્વિટર પર શેર કર્યું કે આમાં તેને અને તેની ટીમના કોઈને પણ નુકસાન થયું નથી. તેમાં કોઈને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે જેમ્સ સાથે એવા ઘણા સૈનિકો છે જેમણે યુક્રેન વતી યુદ્ધમાં ભાગ લીધો છે અને તેઓ રશિયન સૈનિકો સામે લડી રહ્યા છે.

Niraj Patel