ખબર

ચીનની અંદર રહસ્યમય બીમારીનો શિકાર થયો અમેરિકી ઓફિસર, ટ્રમ્પ પ્રસાશને લગાવ્યો ષડયંત્રનો આરોપ

કોરોના વાયરસની ઉત્પત્તિ કરનાર ચીન ઉપર હવે મોટાભાગના દેશોને વિશ્વાસ નથી રહ્યો, ચીનની એક પછી એક કરતૂતો દુનિયા જોવા લાગી છે ત્યારે આ બધા વચ્ચે જ હવે એક અમેરિકી અધિકારી અચાનક બીમાર થવા ઉપર ટ્રમ્પ પ્રસાશન દ્વારા ષડયંત્રનો આરોપ મુકવામાં આવ્યો છે.

Image Source

અમેરિકા દ્વારા આ આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે ચીનના ગ્વાન્ગજોઉંમાં અમેરિકી વિદેશ વિભાગમાં કાર્યરત અધિકારી લેનજી અને તેમની પત્ની અચાનક હડબડીમાં ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે તમેની આંખ નહોતી ખુલી રહી અને તેમને માથામાં સખત દુઃખાવો થવા લાગ્યો, તો તેમના બાળકોના નાકમાંથી પણ લોહી નીકળવા લાગ્યું.

Image Source

અધિકારીઓ અને તમેના પરિવારને લાગ્યું કે કદાચ આ વાયુ પ્રદૂષણના  કારણે થઇ રહ્યું છે. પરંતુ થોડા સમય બાદ તેમને લાગ્યું કે તેમની યાદશક્તિ પણ કમજોર થઇ રહી છે. ચીનમાં લેનજી આવા પહેલા અધિકારી નથી જેમને આવી સમસ્યા થઇ હોય. આ પહેલા પણ વર્ષ 2018થી ડઝનબઘ્ધ અમેરિકી અધિકારીઓ આ રહસ્યમય બીમારીનો શિકાર થઇ ગયા છે. ત્યારબાદ અમેરિકી સરકારે ચીન ઉપર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

Image Source

ટ્રમ્પ સરકારને લાગી રહ્યું છે કે જે રીતે તેમના અધિકારીઓ રહસ્યમય બીમારીની ચપેટમાં આવી રહ્યા છે તે હવાના સિન્ડ્રોમ જેવું જ છે. વર્ષ 2016-17માં ક્યુબાની રાજધાની હવાનામાં 20થી વધારે અમેરિકી રાજનયિક આ પ્રકારની બીમારીનો શિકાર બન્યા હતા.