ગામડાના દેશી છોકરાને દિલ આપી બેઠી આ વિદેશી યુવતી, લગ્ન કરવા માટે આવી ગઈ ભારત અને કહ્યું. “ભારતના લોકો બહુ જ સારા છે”

ગામડાના દેશી મર્દ માટે છેક અમેરિકાથી દોડી આવી આ ગોરી મેમ, આજે ભેંસ દોહતા પણ શીખી ગઈ- જુઓ

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ બંધન અને કોઈ સીમાડા નથી નડતા, ના તેને કોઈ સરહદો રોકી શકે છે. પ્રેમ અનંત સુધી વિસ્તરાયેલો છે. પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જશે તેની પણ કોઈને ખબર નથી હોતી, જેની ઘણી જ ઘટનાઓ આપણે આપણી આસપાસ પણ બનતી જોઈ હોય છે. વળી આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા આપણે ઘરના ખૂણામાં બેઠા બેઠા આખી દુનિયા સાથે જોડાઈ જતા હોય છે.

સોશિયલ મીડિયા દ્વારા જ ઘણી પ્રેમ કહાનીઓ પણ સફળ બનતી આપણે જોઈ છે. આવી જ એક પ્રેમ કહાની છે હરિયાણાના સોનીપત જિલ્લામાં રહેવા વાળા દેશી છોકરા અમિત સરોહાની. જેને ફેસબુક ઉપર એક અમેરિકી છોકરી સાથે મિત્રતા થઇ અને બંનેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ના પડી.

પ્રેમનો પરવાનો એ હદ સુધી ચઢી ગયો હતો કે સાત સમુદ્ર પાર કરીને અમેરિકન યુવતી યુવકને મળેવવા માટે ભારત આવી ગઈ. આ યુવતી હતી અમેરિકાના ફ્લોરિડાની એશ્લીન એલિઝાબેથ. જે યુવકના ગામમાં પહોંચી. ગયા વર્ષે લોકડાઉનના થોડા સમય પહેલા જ તે અહીંયા આવી અને તેની અમિત સાથે સગાઈ થઇ ગઈ. પરંતુ સગાઈ બાદ લગ્નની અંદર લોકડાઉન અડચણ બન્યું હતું અને બંનેના લગ્ન અટકી ગયા હતા.

એશ્લીન હવે ઘરમાં રહીને ભેંસોને નવડાવે છે અને ઘરના કામમાં પણ મદદ કરે છે. કારણ કે તેને અમિતની સાથે સાથે હરિયાણાની સંસ્કૃતિ પણ પસંદ આવી ગઈ. અમિતની મિત્રતા વર્ષ 2018માં ફેસબુક દ્વારા અમેરિકાના ફ્લોરિડામાં રહેવા વાળી અશ્લીન એલિઝાબેથ સાથે થઇ હતી. જેના બાદ બંને વાતો વાતોમાં એકબીજા સાથે પ્રેમ કરી બેઠા.

બંને સોશિયલ એક્ટિવિસ્ટના રૂપમાં કામ કરે છે. બંનેની મિત્રતા થોડા સમયમાં જ પ્રેમમાં પરિણમી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પરંતુ અમિત અમેરિકા નહોતો જઈ શકતો તો એશ્લીને પોતે જ ભારત આવવાનો નિર્ણય કરી લીધો. લોકડાઉન પહેલા જ એશ્લીન ભારત આવી ગઈ અને બંનેના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ લોકડાઉન આવી ગયું.

એશ્લીને ભારત આવ્યા બાદ જણાવ્યું હતું કે “હું પહેલીવાર ભારત આવી છું. અહીંયાના લોકો બહુ જ સારા છે, હું ખુબ જ ખુશ છું અને લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહી છું, જેના બાદ હું અમિત સાથે લગ્ન કરી શકું.”

Niraj Patel