અમેરિકન લાડીને ‘દેશી યુવક’ સાથે થયો પ્રેમ, પરિવાર સાથે ભારતીય પરંપરાથી કર્યા લગ્ન, જુઓ શેફ અને મેનેજરની અનોખી પ્રેમ કહાની

ઘણીવાર તમે ફિલ્મોમાં હીરો અને હીરોઈનને કહેતા સાંભળ્યા હશે કે પ્રેમ સ્થાન, જાતિ, ધર્મને સીમાઓ નડતી નથી. બિહારના એક વ્યક્તિ સાથે પણ આવું જ કંઈક બન્યું. તેને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઈ ગયો પણ નવાઈની વાત તો એ હતી કે તે અમેરિકન છોકરી પણ બિહાર આવીને તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ અને બંને કાયમ માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

આ લગ્ન બિહારના સારણ જિલ્લાના ચંદુપુર ગામમાં થયા હતા. વરરાજાનું નામ આનંદ કુમાર સિંહ છે, અને કન્યાનું નામ સફાયર સેંગર છે. બંને અમેરિકાની એક હોટલમાં મળ્યા હતા, જ્યાં આનંદ શેફ હતો અને સફાયર મેનેજર હતી. સાથે કામ કરતી વખતે, તેઓ મિત્રો બન્યા અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરિણમી.

બંને 6 વર્ષથી સંબંધમાં હતા

આનંદ કુમારે જણાવ્યું કે, તે છેલ્લા 6 વર્ષથી સફાયર સેંગર સાથે રિલેશનશિપમાં છે. આનંદ 10 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો, જ્યાં તેણે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને શેફ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તે સફાયરને મળ્યો. હવે તેમની પાસે પોતાનું રેસ્ટોરન્ટ છે, જે બંનેએ સાથે મળીને ખોલ્યું છે. દુલ્હને કહ્યું કે, મને અહીં ખૂબ ગમે છે. મને મારો નવો પરિવાર ખૂબ ગમે છે, અહીંના લોકો ખૂબ સારા છે. અહીંના બધા લોકો અમારું ખૂબ જ સ્વાગત કરી રહ્યા છે.

આ વીડિયોમાં, દુલ્હનનો આખો પરિવાર સાથે નાચતો અને આનંદ માણતો જોવા મળે છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો તેને ઝડપથી શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો X ના @KeatelyMedia હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ પોસ્ટ જોયા પછી ઘણા લોકોએ પોતાના પ્રતિભાવ પણ આપ્યા છે.

Twinkle