કાબુલ છોડી અને અમેરિકન આર્મીના પ્લેન ઉપર લટકાઈને જઈ રહેલા લોકો સાથે જે થયું તે જાણીને ધ્રુજારી ઉપડી જશે

વિમાન ઉપર લટકેલા અફઘાનીઓ સાથે શું થયું જાણો છો? ધ્રુજાવી દે તેવો ખુલાસો- હિમ્મત હોય તો જ વાંચજો

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કાબુ કેરી લેવામાં આવતા ત્યાંની હાલત ખુબ જ દયનિય બની છે. ઘણા લોકો આ દરમિયાન દેશ છોડવા માટે મજબુર બન્યા છે અને જે રીતે પણ દેશ છોડી શકાય તે રીતે તે છોડવા માંગે છે, ઘણા લોકો કાબુલ એરપોર્ટ ઉપરથી ઉડી રહેલા અમેરિકી આર્મીના પ્લેન ઉપર પણ લટકાઈને જઈ રહ્યા છે.

હાલ એક જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ પ્લેનની બહાર લટકી રહ્યો છે અને તેને લટકતા લટકતા જ વીડિયો પણ બનાવ્યો છે. આ વ્યક્તિ એ લોકોમાંથી છે જેને પ્લેનની અંદર જગ્યા ના મળતા તે પ્લેનની બહાર જ લટકાઈ ગયો હતો. આજતકના અહેવાલ પ્રમાણે  આમાંથી ઘણા લોકો પ્લેન ઉડવા ઉપર જમીન ઉપર પડી ગયા હતા અને તેમના મોત પણ નિપજ્યા હતા.

ઈ ટાઈમ્સના મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકન સેનાએ કહ્યું કે, તેમને પોતાના વિમાન C-17ના પૈડાઓમાં માણસોના અવશેષ મળ્યા છે. મંગળવારના અમેરિકન વાયુસેનાએ જાણકારી આપી હતી કે કતારમાં લેન્ડ કરનારા સી-17 વિમાનના વ્હીલ વેલમાં માનવ અવશેષો મળ્યા છે.

સામે આવેલા વીડિયોની અંદર વીડિયો બનાવનાર વ્યક્તિ બહાર લટકાયેલો છે. વીડિયોની અંદર તે પ્લેનના બહારના ભાગ પકડીને બેસી રહ્યો છે. ત્યાં તેનાજેવા બીજા પણ 10થી વધારે લોકો બેઠેલા જોઈ શકાય છે. વીડિયોની અંદર તે એરપોર્ટ ઉપર ઉભેલા લોકોને હાથ હલાવીને બાય બોલતો પણ જોવા મળી રહ્યો છે અને પ્લેન ઉડવાની રાહ જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


મીડિયા રિપોર્ટ અનુસાર કાબુલ એરપોર્ટ પર 2 દિવસમાં દેશ છોડવા માટે વિમાન પર સવાર થવાના પ્રયત્નમાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હાલ કાબુલ એરપોર્ટ ઉપર પણ સ્થિતિ પણ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel