વિમાનમાં યાત્રા દરમિયાન એક મહિલા યાત્રીએ તોડી દીધા ક્રૂ મેમ્બરના દાંત, વીડિયો થયો વાયરલ

અમેરિકાના સૈક્રામેંટોથી સૈન ડિએજો જનાર વિમાનમાં યાત્રા દરમિયાન એક મહિલા યાત્રિએ ક્રૂ મેમ્બરના દાંત તોડી દીધા. વેબસાઇટ મિરર અનુસાર, ક્રૂ મેમ્બરની ભૂલ એટલી હતી કે તેણે તે મહિલા યાત્રિને સીટ બેલ્ટ લગાવવા માટે કહ્યુ હતુ. આ જ વાત પર મહિલાને ગુસ્સો આવ્યો અને તેણે ફ્લાઇટમાં હાથાપાઇ કરી દીધી.

28 વર્ષિય મહિલા યાત્રિ વ્યાવિઆના ક્વિનોનેજની ઘટના બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, વિમાનમાં સામાન્ય રીતે સીટ બેલ્ટ લગાવવાના નિર્દેશ બાદ પણ વ્યાવિઆનાએ કંઇ ધ્યાન આપ્યુ નહિ. આ દરમિયાન ક્રૂ મેમ્બર દ્વારા તેને સીટ બેલ્ટ લગાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો.

આ મહિલા યાત્રિ ક્રૂ મેમ્બરના અનુરોધ પર ગુસ્સે થઇ ગઇ અને આક્રમક થઇ ગઇ. પ્રત્યદર્શીઓએ જણાવ્યુ કે, મહિલાએ ક્રૂ મેમ્બરના મોઢા પર જોરથી પંચ માર્યો જેના કારણે તે ઘાયલ થઇ ગઇ અને તેના મોંમાથી લોહી નીકળવા લાગ્યુ. આ હમલામાં તેના બે દાંત પણ તૂટી ગયા છે. જો કે, એ વાતની પુષ્ટિ હજી થઇ નથી કે આ મહિલાએ શરાબ પીધી હતી કે નહિ. પરંતુ એરલાઇન્સે આ ઘટના બાદ વિમાનમાં શરાબ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

એક નિવેદનમાં પોલિસે કહ્યુ કે, સાક્ષી અનુસાર, ઉડાન દરમિયાન એક યાત્રી અને એક ફ્લાઇટ અટેંડેંટ વચ્ચે વિવાદ થયો હતો. ઝઘડા દરમિયાન યાત્રીએ ફ્લાઇટ અટેંડેંટને ટક્કર મારી દીધી, જેનાથી તેને ગંભીર ઇજા પહોંચી હતી.

Shah Jina