વિદેશી મુરતિયા સાથે લગ્ન કરાવનારા પરિવારો માટે ચોંકાવનારો કિસ્સો, અમેરિકામાં રહેવું હોય તો ટૂંકા કપડાં પહેરવા પડે

વિદેશના શોખીનો ચેતી જાઓ

આજકાલ મોટાભાગના માતા પિતા પોતાની દીકરી માટે એનઆરઆઈ યુવકોની શોધ કરતા હોય છે. ઘણી યુવતીઓ પણ વિદેશ જવાની ઈચ્છા રાખતી હોય છે, જેના કારણે તેમના સપનાઓ તે પુરા કરી શકે, પરંતુ વિદેશના મુરતિયા શોધતા લોકો માટે અમદાવાદમાંથી એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક એનઆરઆઈ યુવક સાથે પરિવારજનોએ યુવતીના લગ્ન 2018માં કરાવ્યા હતા. લગ્નના 15 દિવસ બાદ જ પતિ દ્વારા લગ્નની ડિનર પાર્ટી રાખવામાં આવી હતી. ત્યારે તેની પત્નીને કહ્યું કે તારે જો મારી સાથે અમેરિકા આવવું હોય તો તારે ટૂંકા કપડાં પહેરવા પડે.

આ પાર્ટીની અંદર પતિએ ખુબ જ દારૂ પણ પીધો હતો. જે પત્નીને પસંદ ના પડ્યું અને તે અંગેની વાત પત્નીએ પોતાના ભાઈને કરી. ભાઈ દ્વારા પોતાના બનેવીને સમજાવતી વખતે મામલો ઉગ્ર બન્યો હતો અને જો પત્નીને જુનવાણી સ્વભાવમાં જ જીવવું હોય તો છૂટાછેડા આપવાનું પણ જણાવ્યું હતું.

યુવતીનો પતિ યુવતીને મૂકીને જ અમેરિકા ચાલ્યો ગયો હતો, ત્યાં પત્નીની જાણ બહાર તેને છૂટાછેડા પણ આપી દીધા હતા. જે અંગેની ફરિયાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સાથે પોતાના સાસરિયા દ્વારા ગુજારવામાં આવતા ત્રાસની પણ વાત જણાવી હતી.

યુવતીએ ફરિયાદમાં પોતાના સસરા દ્વારા આપવામાં આવતા ત્રાસની વાત કરતા કહ્યું હતું કે એક દિવસ તેને ફેક્ચર થયું હતું અને તેના સસરાએ તેને મંદિર સાફ કરવાનું જણાવતા તેને ના પાડી હતી ત્યારે તેના સસરાએ તેના વાળ પકડીને લાફો પણ માર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel