અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ચેતી જજો: રસ્તા પર સેંકડો લોકો વિકેન્ડ એન્જોય કરતા હતા અને ગોળીબાર થતા આટલા મૃત્યુ પામ્યા

અમેરિકામાં એકબાદ એક ગોળીબારીની ઘટના સામે આવી રહી છે. કેટલાક દિવસો પહેલા ન્યૂ ઓરલિયન્સમાં એક હાઇ સ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોળીબારી બાદ એક વૃદ્ધ મહિલાનું મોત થઇ ગયુ હતુ અને બે લોકો ઘાયલ થયા હતા. આ પહેલા ટેક્સાસની એક સ્કૂલમાં થયેલ ગોળીબારીમાં 19 સ્ટુડન્ટ્સ સહિત 2 ટીચર્સનું પણ મોત થઇ ગયુ હતુ. ત્યારે હાલમાં ફિલાડેલ્ફિયા શહેરમાંથી ગોળીબારીની ઘટના સામે આવી છે.

શનિવારે મોડી રાત્રે થયેલ ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે. તેમાંથી એક મહિલા અને બે પુરુષ છે. હોસ્પિટલ લઇ જવા દરમિયાન તેમની મોત થઇ હતી. આ ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સ્થિતિને લઇને હજી સુધી કોઇ પુખ્ત જાણકારી મળી આવી નથી. ફિલાડેલ્ફિયા પોલિસ અનુસાર, સાઉથ સ્ટ્રીટમાં સેંકડો લોકો વીકેન્ડ એન્જોય કરી રહ્યા હતા અને આ દરમિયાન જ હુમલાખોરે ભીડ પર ફાયરિંગ કર્યુ. પોલિસનું કહેવુ છે કે ત્યાંથી બે હથિયાર પણ મળ્યા છે પરંતુ હુમલાખોરની ધરપકડ થઇ શકી નથી.

પોલીસ ઈન્સ્પેક્ટરે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પોલીસે ભીડ પર ગોળીબાર કરનાર એક શકમંદ પર પણ ગોળીબાર કર્યો હતો. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેને ગોળી વાગી છે કે નહીં. પોલીસે સાઉથ સ્ટ્રીટ વિસ્તારને સીલ કરી દીધો છે અને સાવચેતીના પગલા તરીકે લોકોને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.આ મામલાની તપાસ કરવા માટે પોલીસ નજીકની દુકાનોના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરશે.

Shah Jina