ખબર

LAC પર ભારત-ચીનના વચ્ચે હિંસક ઝડપ પર અમેરિકા આવ્યું મેદાનમાં, જાણો શું કહ્યું

ભારત અને ચીનની સેનાએ દ્વારા થયેલી હિંસક ઝડપ પર અંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે. તો સંયુક્ત રાષ્ટ્ર બાદ હે અમેરિકાએ ‘શાંતિપૂર્ણ સમાધાન’ની આશા વ્યક્ત કરી છે.

Image Source

આ હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં ચીનને પણ 43 જેટલા સૈનિકોનું નુકસાન થયુ છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

Image source

ભારત અને ચીન વચ્ચે લદાખ સરહરદે થયેલી હિંસક ઝડપ પર અમેરિકાએ કહ્યું કે ભારત અને ચીન બંનેએ પાછળ હટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને અમે હાલની સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. અગાઉ જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે ખુબ તણાવ વધી ગયો ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતુ કે અમેરિકા મધ્યસ્થતા માટે ઈચ્છુક પણ છે, તૈયાર પણ અને યોગ્ય પણ. જો કે ભારત અને ચીને પરસ્પર વાતચીત કરીને સહમતિ વ્યક્તિ કરી હતી કે લદાખમાં LAC પાસે પોત પોતાની સેનાઓ પાછળ હટાવવામાં આવશે.

ગૃહ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમે LAC પર ભારત અને ચીનની સેનાઓની સ્થિતિને મોનિટર કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે ભારતીય સેનાએ પોતાના 20 જવાન શહીદ થવાની વાત કહી છે, અમે તેમના પરિવારોને સાંત્વના આપીએ છીએ.