ખબર

અમરિકાએ બનાવી લીધી કોરોના વાયરસની વેક્સીન, ટ્રમ્પએ કહ્યું 20 લાખ ડોઝ તૈયાર

આખી દુનિયા જયારે કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે ત્યારે મહાસત્તા તરીકે ગણાતા સુપરપાવર અમેરિકા પણ આ વાયરસના ખતરાથી બચી શક્યું નથી. અમેરિકામાં સૌથી વધુ આ વાયરસનો અને લખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોના જીવ પણ ગયા છે. પરંતુ અમેરિકાએ દાવો કર્યો છે કે તેને કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધી છે.

Image Source

આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે, તેમને કોરોના વાયરસ વેક્સિનને લઈને ગુરુવારે મોટી બેઠક યોજી હતી, ટ્રમ્પ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ આ વેક્સિનના 2 મિલિયનથી પણ વધારે ડોઝ પણ તૈયાર કરી લીધા છે. જેવી જ આ વેક્સીન સુરક્ષા તપાસમાં પાસ થઇ જશે ટ્રાન્સ્પોટેશન પણ શરૂ કરી દેવામાં આવશે.

ટ્રમ્પએ જણાવ્યું કે: “અમે કોરોના વાયરસ વેક્સીન ઉપર બેઠક કરી હતી, અમે અવિશ્વસ્નિયરૂપથી ખુબ જ સારું કરી રહ્યા છીએ, અમને ઘણું જ સકારત્મક આશ્ચર્ય પણ જોવા મળ્યું, વેક્સિનને લઈને પ્રગતિ થઇ રહી છે.”

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં એક તરફ કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે તો બીજી તરફ અમેરિકામાં ચાલતા તોફાનોએ ટ્રમ્પ સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.