ખબર

કોરોનાના કારણે મૃત્યુની કગાર ઉપર આવીને ઉભું રહી ગયું છે અમેરિકા, 24 કલાકમાં જ અધધધ મર્યા

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં મંડરાયેલો છે ત્યારે ચીન બાદ ઇટલી કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનારો દેશ હતો, પરંતુ હવે સુપર પાવર ગણાતો અમેરિકા દેશ પણ કોરોનાની ચપેટમાં બરાબર સપડાવવા લાગ્યો છે. અમેરિકાની અંદર કોરોનાનો કાળો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24  કલાકની અંદર જ અમેરિકામાં 3176 લોકોના મૃત્યુ થઇ ગયા છે. અને કુલ મૃત્યુ આંક 50 હજાર સુધી પહોંચવા આવ્યો છે.

Image Source

એએફપી દ્વારા આવેલા એક અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું હતું કે અમેરિકામાં કોર્ન વાયરસના કારણે મારવા વાળા લોકોની સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ છે. અમેરિકા એ પોતાની અર્થવ્યવસ્થા બચાવવા માટે વાયરસ સામે કોઈ યોગ્ય પગલાં લીધા નહોતા જેના કારણે આ વાયરસ દિવસેને દિવસે વધતો ગયો અને આજે લાખો લોકો તેની ચપેટમાં આવી ગયા છે અને હજારો લોકોના મૃત્યુ થયા છે.

ભારતમાં પણ આ વાયરસનો ખતરો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે છતાં પણ આપણા દેશમાં લોકડાઉનના કારણે આ વાયરસથી સારો બચાવ થઇ શક્યો છે જયારે ઇટલીમાં મહામારી સર્જ્યા બાદ આ વાયરસ અમેરિકામાં હવે તબાહી મચાવી રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે.

Image Source

ભારતમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 23 હજારને પાર કરી ગયો છે અને હજુ રોજ નવા મામલા સામે આવે છે જયારે ભારતમાં અત્યાર સુધી 718 લોકોના મૃત્યુ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.