ખબર

ભારતમાં અફરાતફરીનાં માહોલ વચ્ચે આ દેશે ઉઠાવ્યું મોટું પગલું

ભારતની અંદર સતત કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત પ્રવાસ ના કરવા અને જે લોકો ભારતમાં અત્યારે છે તેમને જલ્દી જ દેશ છોડવાની સલાહ આપી છે.

અમેરિકાનું કહેવું છે કે આમ કરવું સુરક્ષિત હશે. કારણ કે ભારતમાં કોરોનાના મામલા વધવાના કારણે બધા જ પ્રકારની ચિકિત્સીય દેખરેખનાં સાધનો સીમિત છે. અમેરિકાએ ભારત ઉપર ચોથા ચરણની યાત્રા ઉપર પરામર્શ રજૂ કર્યું છે જે વિદેશી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવનારા સૌથી મોટા સ્તરનું પરામર્શ છે.

આ પરામર્શની અંદર અમેરિકી નાગરિકોને ભારતની યાત્રા ના કરવા અને જલ્દીમાં જલ્દી ત્યાંથી નીકળી જવાની વાત કહેવામાં આવી છે. કારણ કે દેશમાં હાલની સ્વાસ્થ્ય સ્થિતિના કારણે આમ કરવું સુરક્ષિત છે.

વિદેશ વિભાગ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે “ભારતમાં કોરોનાના મામલાના કારણે ચિકિત્સીય દેખભાળના સંસાધન બહુ જ સીમિત છે. ભારત છોડવાની ઈચ્છા રાખવા વાળા અમેરિકી નાગરિકો ઉપલબ્ધ વાણિજ્યિક વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. અમેરિકા માટે રોજ ચાલવા વાળી ઉડાન અને પેરિસ થતા ફ્રેકફર્ટ થઈને આવવા વાળી ઉડાન ઉપલબ્ધ છે.”