700 કિલોમીટર બુલેટ ઉપર છોકરી જોવા માટે જયપુર પહોંચ્યા હતા ભાઈ બહેન, આમેર કિલ્લા ઉપર ફરવા ગયા અને ભરખી ગયો કાળ

જયપુરના કિલ્લામાં મોતનો તાંડવઃ આમેર કિલ્લા ઉપર ફરવા ગયાને ભરખી ગયો કાળ, બહેને તોડી દીધો દમ તો ભાઈએ પણ કહ્યું “હું પણ થોડીવારમાં મરવાનો છું.”

રવિવારે જયપુરમાં એક ભયાનક દુર્ઘટના ઘટી, જે હૃદય હચમચાવી દેનારી છે. જયપુરના આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર આકાશીય વીજળી પડવાથી 11 લોકોના મોત થઇ ગયા હતા, ટુરિસ્ટ પ્લેસ ઉપર ફરવા માટે ગયેલા પ્રવાસીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલી ઊંચાઈ ઉપર પણ મૃત્યુ વીજળીના રૂપમાં તેમનો કાળ બનીને આવી જશે.

અમૃતસરના યુવકની જયપુરમાં સગાઈની વાત ચાલી હતી. તે પોતાની બહેન સાથે જ બુલેટ લઈને જયપુર પહોંચ્યા હતા. ત્યાં તે પોતાના માસીના દીકરાના ઘરે રોકાયા હતા અને રવિવારે સાંજના સમયે પોતાની બહેનને લઈને આમેરના કિલ્લા ઉપર ફરવા માટે ગયા હતા. ત્યાં જ આકાશમાંથી વીજળી પાડવાના કારણે પહેલા બહેન અને પછી ભાઈનું મોત થઇ ગયું.

આ બંને ભાઈ બહેન છેહરટાના રહેવાસી હતા. તેમના મોતની ખબર મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આકાશમાંથી પહેલા વીજળી બહેન શિવાની ઉપર પડી. ભાઈએ ઘરે ફોન કર્યો કે બહેન શિવાની ઉપર વીજળી પડી છે અને તેનું મોત થઇ ગયું છે. થોડીવાર બાદ ફરી આકાશમાંથી અમિત ઉપર વીજળી પડી અને તેમાં અમિતનું પણ મોત થઇ ગયું.

31 વર્ષના અમિત અને 25 વર્ષની શિવાની બંને ભાઈ બહેન હતા. તે બંને 700 કિલોમીટર દૂર અમૃતસરથી જયપુર પોતાની માસીના ઘરે આવ્યા હતા. ટેક્સીનું ભાડું વધારે હતું અને અમિતને બુલેટનો શોખ હોવાના કારણે તે બુલેટ ઉપર જ જયપુર આવ્યા.

આ દુર્ઘટના બાદ અમિતના માસીના દીકરા રાજેશ શર્માએ જણાવ્યું કે તેનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે બહેને દમ તોડી દીધો હ્ચે. હું પણ મરવાનો છું. થોડીવાર પછી મેં ફોન કર્યો, પોલીસે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે જેનો ફોન છે તેનું પણ મોત થઇ ગયું છે. જયપુરમાં વરસાદ વચ્ચે રવિવારના રોજ આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી.અહીં ફરી રહેલ 35થી વધારે ટુરિસ્ટ તેની ચપેટમાં આવી ગયા. સોમવારે સવારે 11 લોકોની મોત થઇ ગઇ પહાડી પર ફસાયેલા લોકોને શોધવાની કોશિશ કરવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી.

લાંબા સમયની રાહ જોયા બાદ જયપુરમાં થયેલ વરસાદ અને મોસમમાં આવેલા બદલાવ બાદ મોટી સંખ્યામાં લોકો આમેરની પહાડીઓ પર ફરવા પહોંચ્યા હતા. અહીં ફોટોગ્રાફી અને સેલ્ફીનો સિલસિલો ચાલી રહ્યો હતો કે અચનાક વીજળી પડી અને તે બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અત્યાર સુધી રેસ્કયુ ટીમે 35થી વધારે લોકોને નીચે ઉતારી લીધા છે.

Niraj Patel