“ગદર-2″ના રિલીઝ પહેલા જ દરગાહમાં માથું ટેકવવા પહોંચી અભિનેત્રી અમિષા પટેલ, લોકો કરવા લાગ્યા ટ્રોલ, બોલ્યા, “દેશમાં મંદિરોની ખોટ છે ?”, જુઓ

કાળા રંગનો અનારકલી સૂટ પહેરીને, માથા ઉપર ઓઢી દરગાહમાં ચાદર ચઢાવવા પહોંચેલી અમિષા પટેલને જોઈને ભડક્યા યુઝર્સ, સંભળાવી ખરી ખોટી, જુઓ વીડિયો

Ameesha Patel Trolled Visits Dargah : બોલીવુડની ફિલ્મો રીલિઝ થતા પહેલા જ વિવાદોમાં આવી જતી હોય છે અને ઘણી ફિલ્મો તો એવી હોય છે જેને રિલીઝ થતા પહેલા જ લોકો બોયકોટ કરવાનું કહેતા હોય છે. હાલ ફિલ્મ આદિપુરુષને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને પણ લોકો બોયકોટ કરવાનું કહી રહ્યા છે, ત્યારે સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ “ગદર”નો બીજો ભાગ “ગદર-2” પણ હવે થોડા જ દિવસોમાં રિલીઝ થવાનો છે.

આ ફિલ્મમાં અમીષા પટેલ લાંબા સમય પછી મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મના ટીઝરને સારો પ્રતિસાદ મળ્યો છે. તારા સિંહ-સકીનાની જોડીને ફરીથી મોટા પડદા પર જોવા માટે ચાહકો આતુર છે. સની દેઓલ અને અમીષા પટેલે આ ફિલ્મ માટે પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. ત્યારે મંગળવારે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે માહિમની એક દરગાહ પર પહોંચી હતી.

પેપરાજીએ તેનો આ વીડિયો શેર કર્યો છે. જે બાદ અમીષાને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. અમીષા પટેલે કાળા રંગનો અનારકલી સૂટ પહેર્યો છે. તેના માથા પર દુપટ્ટો છે. કેમેરા તરફ જોઈને તે સલામ કરે છે. પછી તે દરગાહ પર ચાદર ચઢાવવા માટે આગળ વધે છે. ‘ગદર 2’ની રિલીઝ પહેલા તેણે ફિલ્મ હિટ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

ત્યારે હવે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેમની દરગાહની મુલાકાત પસંદ ન કરી અને તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. એક યુઝરે કહ્યું, ‘આ લોકોના કારણે હિંદુ ધર્મની બદનામી થઈ રહી છે.’ એકે કહ્યું, ‘હિન્દુ ભગવાન શું ઓછા છે ? સની પાજીએ તેને ભારત લાવીને ભૂલ કરી હતી. તેને તેના દેશમાં છોડી દેવી જોઈએ. બીજાએ કહ્યું, ‘બોયકોટ થશે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે ‘ગદર 2’નું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી બે ફિલ્મો પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ રણબીર કપૂર-રશ્મિકા મંદાના સ્ટારર ‘એનિમલ’ અને અક્ષય કુમારની ‘OMG 2’ સાથે ટકરાશે. જોવાનું રહેશે કે બોક્સ ઓફિસ પર કોનો દબદબો જોવા મળશે.

Niraj Patel