જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું

અમદાવાદમાં ખરીદી માટે સૌથી સારા અને સસ્તા 5 સ્થળ, અહીં તમામ વસ્તુ મળી રહે છે… જાણો તમે પણ

આપણે કશે પણ ફરવા જઈએ તો કોઈ પણ યાત્રા શોપિંગ કર્યા વિના ખતમ નથી થતી. ભલે આજનો સમય મોલ્સ અને મલ્ટીપ્લેક્સનો છે, પરંતુ જયારે વાત શોપિંગની આવે ત્યારે મગજમાં તો સ્ટ્રીટ શોપિંગ જ આવે. અને એમાં પણ અમદાવાદના સ્ટ્રીટ માર્કેટનું તો કહેવું જ શું? અમદાવાદમાં ડેનીમાંથી માંડીને બાંધણીની ઘણી બધી વેરાયટી, પારંપરિક પોશાક સાથે પારંપરિક ઘરેણા, ભરતકામવાળા જૂતાં, આર્ટ ગેલેરી, દિવાલના પડદા, પટોળા, ચણીયા ચોળી, અને બીજી ઘણું બધું તમને અમદાવાદના સ્ટ્રીટ માર્કેટમાં જોવા મળે છે.

અમદાવાદ ભલે ખરીદી કરવાના શોખીનોના લીસ્ટમાં ઉચ્ચ સ્થાન પર ન હોય પરંતુ અહીના બજારોમાં બધુ એવું છે કે તમે તમારી યાદગીરી રૂપે તેને ઘેર લઈ જઈ શકો છો. અમે તમને બતાવીએ કે કઈ જગ્યાએ તમારે તમારા પૈસાનો ખર્ચ કરવો. મોટું શહેર હોવાના કારણે અહીં ખરીદદારીના સ્થળની કોઈ કમી નથી પરંતુ ગમે તે જગ્યાએ ખરીદદારીનો મતલબ વેલ્યૂ ફોર મની થાય છે.

બંધેજ:

Image Source

બંધેજમાં સૌથી સારા પારંપારિક પોશાક મળે છે જે અહીં વેચાય છે તે શાનદાર હોય છે, અને તેની કિમત તેની ક્વોલિટી અનુસાર હોય છે. પરંતુ અહીં જે કપડાં મળે છે તે ઊચી ક્વોલિટીના કારણે કિંમતમાં પણ થોડા ઊચા હોય છે. જો તમે કિમત કરતાં ક્વોલિટી તરફ ધ્યાન આપો તો સીધા અહીં જ આવો. ક્વોલિટીના મામલે તેની જોડે કોઈ તુલના નહીં.

સ્થળ: સી-1, ચિનાઈ બાગ એસ્ટેટ, દૂધેશ્વર વોટર વર્કની પાસે, અમદાવાદ.

લો ગાર્ડન:

Image Source

અહીં સાંજે લાગવાવાળી બજાર કચ્છ અને સૌરાષ્ટ્રની જેમ વેચવાવાળા સ્ટોલની જેમ ભરાય છે. દીવાલ ઉપર ટિંગાળવા વાળા કશીદારી ચિત્ર, પરંપરાગત કપડાંની સાથે પહેરવામાં આવતા ઘરેણાં, ગુજરાતી ચણિયાચોળી વગેરે સામાન અહીં વેચાય છે. અહીં વેચાતા સામાનમાં એટલી વિવિધતા જોવા મળશે કે તમને સમય ઓછો પડશે. અને જો તમારે કઈ જ ન ખરીદવું હોય તો પણ આ એક શાનદાર અનુભવ બની રહેશે. અહીં નોંધનીય છે કે આ બજાર સાંજે જ ભરાય છે.

સ્થળ: લો ગાર્ડન માર્કેટ, અમદાવાદ.

ગરવી ગુર્જરી:

Image Source

ગુજરાતનાં પારંપારિક શિલ્પ સામાન ખરીદવા માટે તમારે સૌથી પહેલા અહીં આવવું પડશે. બહુ મહેનત અને જીણવટથી બનાવવામાં આવેલા સમાન ઉપર કરવામાં આવેલી કારીગરી બહુ શાનદાર હોય છે. આ ઉત્પાદનોને તમે તમારા ઘરને સજાવવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વધારે કોઈને ગિફ્ટ આપવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે.

સ્થળ: ગરવી ગુર્જરી, સાનિધ્ય બિલ્ડીંગ, આશ્રમ રોડ, અમદાવાદ

માણેક ચોક:

Image Source

માણેક ચોકથી શરૂ થઈને તે લાંબી સડક પર ચાલો જે બાદશાહના હજીરા સુધી જાય છે તે રસ્તાની બંને બાજુ કોઈ સ્ટોલ લાગ્યા છે જ્યા ઝગમગતા અને પ્રિન્ટ કરેલા કપડાં વેચતા જોવા મડશે. તમે સિવડાવવા માટે કાપડ પણ અહીથી ખરીદી કરી શકો છો અથવા તમારી અલમારીમાં પડેલા કપડાંમાં કઈ જોડવા કે લગાવવા માટે પણ અહીથી ખરીદી કરી શકો છો. બજારમાં કોઈપણ પ્રકારના કપડાં કોઈપણ બજેટમાં મળી રહે છે. તમે તમારા ખિસ્સામાં પડેલા રૂપિયા મુજબ ખરીદી કરી શકો છો.

સ્થળ: માણેક ચોક, અમદાવાદ

બનાસક્રાફ્ટ :

Image Source

સેલ્ફ એમ્પ્લોય વિમેન્સ એસોસીએશન (SEWA) ગુજરાતની સૌથી મોટી કો-ઓપરેટિવ યુનિયન છે. અને નિર્માણ કારીગરોના ભલા માટે કરવામાં આવેલું છે. સેવા ટ્રેડ ફેશિલેટેશન સેન્ટર દ્વારા એક અલગ પ્રકારની પહેલ ચલાવવામાં આવે છે જેમ કારીગરો પોતે જ ઉત્પાદક બને છે, પોતાની કંપનીના માલિક પણ તેઓ જ હોય છે, હિસ્સેદાર અને મુખ્ય વ્યક્તિ પણ પોતે જ હોય છે. ખૂબસૂરત કપડાં ઉપર કરવામાં આવેલી કલાકારીથી બનાવેલ સૌથી સારી ક્વોલિટીના કાપડની ખરીદી તમે અહીં કરી શકો છો.

સ્થળ: ૮ ચંદન કોમ્પ્લેક્સ, સી.જી.રોડ, સ્વસ્તિક ક્રોસ રોડ પાસે, નવરંગપુરા, અમદાવાદ.

માણેકચોકનાં ફૂડનાં દિવાના, ત્યાના સ્પેશિયલ ફૂડ વિશે તો જાણો જ છો, આજે જાણી લો એ વાત જે તમે ક્યારેય નહી જાણતા હોય !!

આખા અમદાવાદમા કોઈ એવી વ્યક્તિ નહી હોય જે માણેકચોકની ખાણી પીણીનાં શોખીન નહી હોય. અડધી રાતે પણ ત્યાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડે છે.

તમે જેવા માણેકચોકમાં એન્ટર થાવ એટ્લે સામે જ તમને રાણીનો હજીરો, બાદશાહનો હજીરો જોવા મળશે ને સાથે સાથે સ્વાદિષ્ટ ને ટેસ્ટી ટેસ્ટી ફૂડની સોડમ તો ખરી જ. અમદાવાદમાં ખાણી-પીણી માટેનું કોઈ સ્વર્ગ હોય તો તે માણેકચોક છે.

Image Source

અહીંની ખાસિયતો છે પાવ-ભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ એટલે જ માણેકચોકને અમદાવાદનું જીવતું જાગતું સ્વર્ગ તરીકે ઓળખાય છે.

માણેકચોકની ફેમસ વાનગીઓ :

બાબા માણેકની સમાધીની બાજુમાં જ આવેલી લારી માણેક સેન્ડવીચ તેની ચોકલેટ સેન્ડવીચ માટે આખા શહેરમાં પ્રખ્યાત છે. માણેક ચોકમાં પાણીપુરી કે લસ્સીનો સ્વાદ માણ્યો છે? આ જગ્યા પર તમને સ્વાદિષ્ટ પાવ-ભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવીચ, દાબેલીને ભેળ જેવી એક નહી અનેક વેરાયટી ટેસ્ટી ટેસ્ટી ખાવા મળશે.
અહીં એક બાબા માણેકની સમાધી પણ આવેલી છે. ત્યાં બાજુમાં જ આવેલી એક સેન્ડવીચની લારી ઊભી રહે છે. એ લારીની ચોકલેટ સેન્ડવિચ આખા શહેરમાં પ્રખ્યાત છે.

Image Source

અહીની સૌથી ફેમસ ચોકલેટ સેંડવીચ

આ ચોકલેટ સેન્ડવીચ સિવાયની પણ બીજા એક બે નહી પણ પૂરા પચાસ પ્રકારની સેન્ડવીચ આ નાની એવી લારી પર તમને ખાવા મળશે.

આ લારીના માલિક જણાવે છે કે, એવું નથી કે આ જગ્યા પર ખાલી ફૂડ જ ખાવા આવે છે. આ જગ્યા પર લોકો રાત્રે અહીની રોશનીને લોકોના ટોળે ટોળાં ઉમટી પડે છે એટ્લે મેળા જેવો માહોલ પણ સર્જાય છે. અહિ કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી. અહીં લોકો સંપીને આ માહોલની મજા લે છે.

આ ઢોસાં ખાશો તો કેરળ યાદ આવી જશે :

આ માણેક ચોકમાં લોકો સેન્ડવીચ, પાવભાજી ઉપરાંત ઢોસા પણ ફેમસ છે. એમાંય ગ્વાલિયરના ઢોસાંનો ટેસ્ટ સૌથી બેસ્ટ છે. આ ઢોસાં ખાઈને તમને કેરળની યાદ આવશે. આજકાલ આ બટરવાળા ઢોસાની માંગ ખૂબ વધતી જાય છે. આ જગ્યા માત્ર ફૂડનું પ્રતીક નથી પણ તે અમદાવાદના વિવિધ લોકો વચ્ચે એકતા અને સમાનતાનું પણ પ્રતીક છે.

Image Source

હવે જ્યારે પણ તમે માણેકચોક જાવ ત્યારે અશર્ફીની કુલ્ફી ખાવાનું ન ભૂલતા અહીં એક કે બે નહી પણ 60 પ્રકારની કુલ્ફી તમને જોવા મળશે. એવું નથી કે અમદાવાદનાં માણેકચોકમાં જ આ કુલ્ફી મળે છે. આખા અમદાવાદમા આ કુલ્ફીની 15થી વધુ બ્રાન્ચ અલગ અલગ વિસ્તારમાં તમને જોવા મળશે. તેમાં બ્રાઉની, ઓરિયો, ચોકલેટ, મલાઈ કુલ્ફી, રબડી કુલ્ફી જેવી ઘણી ફ્લેવર્સમાં તમને મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.