બાપ રે, હાઈ પ્રોફાઈલ સુંદરીઓ સાથે મજા કરવા માટે યુવાને મોકલ્યા 7 લાખ, પછી બે યુવતી સાથે સંબંધ બાંધવા

એકથી એક ચાડિયાથી સુંદરીઓ સાથે શરીર સુખ માણવા 7 લાખ રૂપિયા આપ્યા પછી જે થયું એ જોતા જ દંગ રહી જશો

દેશભરમાંથી સ્પાના નામે ચાલતા ગોરખ ધંધાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાતમાં પણ આવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ઘણા કિસ્સાઓ તો એવા પણ સામે આવતા હોય છે જેમાં યુવતીઓ યુવકોને ફસાવીને હની ટ્રેપનો શિકાર પણ બનાવતી હોય છે અને લાખો રૂપિયા પણ સેરવી લેતી હોય છે. ત્યારે હાલ અમદાવામાંથી એવી જ એક ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા બંટી બબલીની જોડીને ઝડપી પાડવામાં આવી છે.

આ બંટી-બબલીની જોડી યુવકોને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સંબંધો બાંધવાની લાલચ આપતી હતી. વડોદરાના આ બંટી બબલીએ રાણીપમાં રહેવા વાળા ભાવેશભાઈને પોતાનો શિકાર બનાવ્યા હતા. ભાવેશને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે મિત્રતા કરવાની અને તેમની સાથે ચેટિંગ તેમજ સંબંધો બાંધવાની લાલચ આપી અને રજીસ્ટ્રેશન પેટે 500 રૂપિયા પહેલા ભરાવ્યા હતા.

જેના બાદ અલગ અલગ યુવતીઓ સાથે મુલાકાત કરવાનું કહીને હોટલ રૂમનું ભાડું ભરાવીને હીના પટેલ તેમજ શ્વેતા શાહ નામની યુવતી સાથે મિટિંગ કરાવવા માટેનું કહીને યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.ભાવેશ પણ તેમની વાતો અને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સંબંધો બાંધવાની લાલચમાં આવીને તેમને પૈસા અપાતો રહ્યો.

આ બંટી બબલીની જોડીએ ભાવેશને વાતોમાં ફોસલાવી ફોન પે અને બેંક એકાઉન્ટના માધ્યમથી 7 લાખ 10 હજાર રૂપિયા કુલ પડાવી લીધા હતા. અને છતાં પણ ભાવેશને કોઈ યુવતી સાથે મુલાકાત ના કરાવતા તેને છેતરાયા હોવાનો આભાસ થયો અને અંતે તે પોલીસ પાસે ગયો હતો.

અમદાવાદ સાઇબર ક્રાઇમને ગણતરીના સમયમાં જ વડોદરાના બંટી બબલી એવા આકાશ લાલવાણી અને જમૈકા પટેલની ધરપકડ પણ કરી લીધી હતી.આ બંને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ આઈડીઓ બનાવી અનેક લોકોને લૂંટી ચુક્યા છે. સાઈબર ક્રાઇમે આરોપી પાસેથી ૩ મોબાઈલ, પાનકાર્ડ, બે ડેબિટ કાર્ડ, ૯ પાસબુક અને ૩ ચેકબુક કબ્જે કરી છે.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`