ખબર

AMCએ ધડાધડ ચાની કિટલીઓ કરાવી બંધ, તો શું ગુજરાતમાં 25મીથી ફરી થશે લોકડાઉન? જાણો વિગત

હાલ કોરોના મામલે ગુજરાત બીજું વુહાન બની રહ્યું છે. દરરોજ કોરોનાના કેસની સંખ્યમાં વધારો થતો જાય છે. તો પહેલા કોરોનાનું હોટ સ્પોટ ગણાતું અમદાવાદમાં પણ કોરોનના 150થી વધુ કેસ દરરોજ આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કોરોનાનું સંક્ર્મણ વધતા ચાની કીટલી પર તવાઈ કરવામાં આવી છે.

Image source

કોરોનના વધતા સંક્રમણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાની કીટલીઓ બંધ કરવામાં આવી રહી છે. ચાની કીટલીઓ પાસે સોશિયલ ડિસ્ટનસિંગ ના જળવાતા 32થી વધુ કીટલીઓને સીલ કરી દીધી છે. તો 1124 કીટલીઓ સ્વયંભૂ બંધ થઇ ગઈ છે.

Image Source

અમદાવાદમાં અચાનક ચાની કીટલીઓ બંધ થતા લોકોને લાગી રહ્યું હતું કે, ફરી 25 સપ્ટેમ્બરથી  લોકડાઉન થઇ રહ્યું છે. અને આ અંગેની માહિતી પણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. પરંતુ લોકડાઉન અંગે રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સંકેત આપવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 1 લાખને પાર થઇ ચુક્યો છે. રાજ્યમાં સંક્રમણને કારણે દરરોજના  1300થી વધુ કેસ નોંધાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.