ખબર

બ્રેકીંગ ન્યુઝ: અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ.. જલ્દી વાંચો કેટલો ટાઈમ ધંધા બંધ રહેશે

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ભયજનક થઇ ગઈ છે. દિવસે-દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનું એલાન કર્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સાથે જ 20 એમ્બ્યુલન્સ તાકીદની અસરથી વધારવામાં આવી છે. 300 ડોકટરોનો કાફલો બોલાવવામાં આવ્યો છે. આ સાથે જ 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. 800થી વધુ બેડ તાકીદે ઉભા કરવામાં આવ્યાનું સત્તાવાર જાહેર થયુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત સંકલનમાં છે. લોકો ટોળે વળવા લાગ્યા હોય કોર્પોરેશને સખત પગલાઓ લીધા છે. એસીએસ ગુજરાત ડો.રાજીવ ગુપ્તાએ આ જાહેરાત કરી છે.

હાલ અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં 2237 અને ખાનગી હોસ્પિટલમાં 400 પથારી સહીત કુલ 2637 પથારીઓ ખાલી છે. દિવાળી ફેસ્ટિવલમાં લોકો ખુલ્લેઆમ બજારમાં ફરી રહ્યાં હતાં. આ જોઈને તંત્રને અંદાજ હતો કે તહેવાર પછી કોરોનાની બીજી લહેર ગમે ત્યારે આવી શકે છે. અમદાવાદમાં શહેરમાં એક સમયે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હતા. જે ઘટીને 100-120ની આજુબાજુ આવી ગયા હતા. પણ અત્યારે હવે ફરી આ આંકડો 700ને પાર કરી ગયો છે. હવે ગંભીર હાલતમાં આવતા કોવિડ પેશન્ટનીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જેમાં 50 ટકા દર્દીઓ તો ઓક્સિજન વગર રહી શકે તેવા નથી.