ખબર

અમદાવાદીઓ થઇ જાવ સાવધાન, જો તમે પણ સવાર-સાંજ બગીચામાં ચાલવા જતા હોય તો જાણી લો AMCનો આ મહત્વનો નિર્ણય

ગુજરાતની અંદર છેલ્લા થોડા સમયથી કોરોના બેકાબુ બન્યો છે. ખાસ દિવાળી બાદ કોરોનાનો પ્રચાર પ્રસાર વધવાની સાથે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને શહેરમાં રાત્રી કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે ત્યારે હવે AMC દ્વાર બગીચાની અંદર સવાર સાંજ ચાલવા જતા લોકો માટે પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image Source

શિયાળાની અંદર મોટાભાગના લોકો સવાર સાંજ બગીચાની અંદર ચાલવા માટે જતા હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બગીચા ખોલવાની સમય મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે.

Image Source

અમદાવાદની અંદર હવે બગીચાઓ સવારે 7થી 9 અને સાંજે 5થી 7 દરમિયાન જ ખુલ્લા રાખવાનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો છે. જેની પાછળનું કારણ બગીચાની અંદર બિન જરૂરી ભીડ ભેગી ના થાય તે હેતુથી છે.

Image Source

અમદાવાદની અંદર અનલોકની જાહેરાત થવાની સાથે જ બગીચાઓ ખુલ્લા મુકવામાં આવ્યા હતા, પરંતુ હાલ કોરોનાનો વ્યાપ વધવાના કારણે અમદાવાદના બગીચાઓ માત્ર બે-બે કલાક જ ખોલવાનો નિર્યણ એએમસી દ્વારા કરવામાં આવ્યો છે.