ખબર

હાઇકોર્ટની લપડાક પછી AMC એ લીધો મોટો નિર્ણય- જલ્દી વાંચો તમારા ફાયદાની માહિતી

હાઈકોર્ટની ઝાટકણી બાદ AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં અવ્યો છે અને 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમીટ કરાશે. અત્યાર સુધી 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને એડમીટ કરાતા હતા

હાઈકોર્ટે કહ્યું હતું કે, શું અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રાજ્યના અંડરમાં નથી આવતી ? જો સ્ટેટ કોઇ આદેશ આપે તો તેમણે તેનો અમલ કરવાનો હોય છે. 108ના અનેક પ્રશ્નો છે, તે માત્ર દર્દીના ઘરે જઇને જ લેશે, જો દર્દી હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ સારવાર હેઠળ હોય તો ત્યાં નહીં જાય, આવું કેમ ? અમે અગાઉના હુકમમાં પણ કહ્યું હતું. પણ 108 આવુ જડ વલણ કેમ અપનાવે છે ? 108 ક્રિટીકલ દર્દીને તત્કાલ સારવાર આપવી જોઇએ. હોસ્પિટલ સામે આજે પણ 40 એમ્બ્યુલન્સની લાઇનો છે. જરૂરી દર્દીઓ સુધી 108 પહોંચી શકતી નથી.

અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે 108થી દાખલ થવાનો નિર્ણય પરત ખેંચાયો છે, તમામ હોસ્પિટલોએ કોવિડ દર્દી કોઈ પણ રીતે આવે તેને સારવાર આપવાની રહેશે, જેમાં ખાનગી હોસ્પિટલો અને AMCની હદમાં આવતી તમામ સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે પછી એ ડેઝિગ્નેટેડ હોય કે ના હોય.

અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થવા માટે આધાર કાર્ડ જરૂરી હોવાના નિર્ણયને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવ્યો છે. કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં AMC ક્વોટામાં દાખલ થવા માટે 108 સેવા કે 108 કંટ્રોલ રૂમના રેફરેન્સની જરૂરિયાતને પણ હટાવી દેવામાં આવી છે.

AMCએ શહેરની તમામ હોસ્પિટલોને દર્દીને OPD/Triageની સુવિધા આપવા માટે દિશાનિર્દેશ આપ્યા છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોને સ્ટેટ પોર્ટલ વડે દર્દીઓ અને સંસાધનોની લાઇવ માહિતી જાહેર જનતાને આપવાની સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ પોર્ટલ ઉપર કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઇન માહિતી આપવાની સાથે સાથે હવે કોવિડ હોસ્પિટલોએ કેટલા બેડ ઉપલબ્ધ છે તેની લાઈવ માહિતી મોટા અક્ષરે હોસ્પિટલની બહાર જનતા માટે મૂકવાની રહેશે.

આ તમામ સૂચનાઓનું તમામ કોવિડ હોસ્પિટલોએ 29 એપ્રિલના સવારે 8 વાગ્યાથી ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ સમય હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ માટે આપવામાં આવ્યો છે.