ચોમાસામાં રોડ રસ્તાઓ ખરાબ થઇ જતા હોય છે અને તંત્રની પણ પોલ ખુલી જતી હોય છે, ઠેર ઠેર રસ્તાઓ ઉપર ભૂવાઓ પાડવાની ઘટના પણ સામે આવતી રહે છે, હમણાં બે દિવસ પહેલા જ અમદાવાદમાં રસ્તા ઉપર ભુવો પાડવાની એક ઘટના સામે આવી હતી, જેમાં એક એક્ટિવા ચાલાક પોતાના સ્કૂટર સાથે જ ભુવામાં ગરકાવ થઇ ગયો હતો.
ત્યારે હાલ એવી જ એક ઘટના સ્માર્ટ સીટી સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ મહિલા 25 ફૂટ ઊંડા ભુવામાં ગરકાવ થઇ ગઈ હતી, જેના બાદ મહા મહેનતે તેનું રેસ્કયુ કરી તેમના બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ ઘટના કામરેજના આંબોલી ગામમાં ઘટી હતી. જ્યાં સવારના સમયે એક વૃદ્ધ મહિલા બાથરૂમ જતા હતા તે દરમિયાન તે 25 ફૂટ ઊંડા ભુવામાં ગરકાવ થઇ ગયા હતા. ગત રોજ રાત્રે આસપાસ વરસાદ થવાના કારણે ઘરે બનાવેલા ખાળકૂવાની બાજુમાં જ ભુવો પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
View this post on Instagram
ભુવામાં પડી જનાર મહિલાનું નામ કપિલાબેન ઠાકરશીભાઈએ રામાનંદી છે. અને તેમની ઉંમર 70 વર્ષની છે. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી અને મહા મુસીબતે મહિલાને હેમખેમ બહાર કાઢી હતી, જેના બાદ તમેન પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. વૃદ્ધ મહિલાને સેફ્ટી બેલ્ટથી બાંધીને રેસક્યું કરવામાં આવ્યા હતા.