અજબગજબ જીવનશૈલી

અંબાણીના નોકર બનવું છે બહુ અઘરું, IAS, IPS અધિકારી કરતા પણ વધુ છે ડ્રાઇવરનો પગાર

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરે છે લગભગ 600 નોકર, જાણો સ્ટાફને કેટલો પગાર આપે છે મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પૈસાદાર વ્યક્તિ છે. ભારત સહીત આખા દેશમાં તેનાથી વધુ પૈસા કોઈ પાસે નથી. મુકેશ અંબાણી સૌથી મોંઘા ઘર પૈકી એક ઘરમાં રહે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં એશ-આરામની જિંદગી જીવી રહ્યા છે.

Image source

આ બાબતે ફક્ત વિચારી શકાય છે. અંબાણી પરિવાર તેની લાઈફસ્ટાઈલને લઈને તો ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે અંબાણી તેના નોકરને કેટલી સેલિરી આપે છે અને તેની પસંદગી કેવી રીતે કરે છે.

Image source

મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીના નોકરનો પગાર આઈએએસ અધિકારી કરતા પણ વધારે છે. આવો જાણીએ અંબાણીના ઘરના નોકરની પસંદગી કેવી રીતે થાય છે અને કેટલો પગાર મળે છે.

Image source

અંબાણીના ઘરમાં લગભગ 600 નોકર કામ કરે છે. અંબાણી બધા નોકરને પ્રતિમાસ 2 લાખ રૂપિયા આપે છે. આ સાથે તેને ઇન્સ્યોરન્સ અને એજ્યુકેશન એલાઉન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. અંબાણીના ઘરમાં કામ કરતા નોકરોને નીતા અને મુકેશ અંબાણી પરિવારની જેમ જ ટ્રીટ કરે છે.

Image source

નોકરોને પહેલા પરીક્ષા પણ પાસ કરવી પડે છે. તમને એ જાણીને હેરાની થશે કે મુકેશ અંબાણીના ઘરમાં કામ કરતા નોકરના 2 બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે .એક કંપની તરફથી પહેલા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તેની લેખિત પરીક્ષા પણ લેવામાં આવે છે.

Image source

આ લેખિત ટેસ્ટ જો પાસ કરી લે તો તેને ઇન્ટરવ્યુના આગળ રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવે છે. નોકરોના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. આ ટેસ્ટમાં જો તે અનફિટ હોય તો તે વ્યક્તિને આ નોકરી નથી મળતી.

Image source

અંબાણીના ઘરના શેફ ઓબેરોય હોટેલમાંથી આવે છે. જણાવી દઈએ કે, આ શેફને વિશ્વનું દરેક પ્રકારનું જમવાનું બનાવતા આવડવું જોઈએ. અંબાણી પરિવારને સાઉથ ઇન્ડિયન જમવાનું સૌથી વધુ પસંદ છે. અંબાણીના ઘરમાં બધા જ પ્રકારનું જમવાનું બને છે. મુકેશ અંબાણીને સાદું જમવાનું જ પસંદ છે.

Image source

મુકેશ અંબાણી માટે પારંપરિક ગુજરાતી ડીશ જ વધુ બને છે. મુકેશ અંબાણીને ઈડલી સાંભાર પણ બહુ જ પસંદ છે. મુકેશ અંબાણીને પણ જમવાનું બનાવતા આવડે છે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ઘરમાં સૌથી સરસ જમવાનું તેની દીકરી બનાવે છે.

Image source

અંબાણીના ડ્રાઇવરની પસંદગી પણ વિધિવત રીતે કરવામાં આવે છે. અંબાણી ડ્રાઈવરની પસંદગી કરવા માટે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાકટ આપે છે. આ કંપનીઓને ડ્રાઈવર પસંદગીની જવાબદારી હોય છે.