અજબગજબ જીવનશૈલી

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને જોઈને આંખો પહોળી થઇ જશે, જુઓ ઘરની અંદરની ખાસ તસવીરો

દુનિયાના સૌથી ધનવાન લોકોમાં એક નામ આવે છે મુકેશ અંબાણીનું અને અંબાણી પરિવાર ગુજરાતી હોવાના કારણે આપણને સૌને એમના ઉપર ગર્વ થાય છે. મુકેશ અંબાણીએ મુંબઈમાં એકદમ સહનદાર ઘર બનાવ્યુંમ જેનું નામ છે એન્ટિલિયા. આ ઘર વિશે જાણવાની લોકોને ખુબ ઈચ્છા હોય છે, મુંબઈમાં જયારે પણ લોકો ફરવા માટે જાય છે, ત્યારે એન્ટિલિયાની મુલાકત લેવાનું ચુકતા નથી.

Image Source

ઓનલાઇન અને સમાચારમાં આપણે ઇન્ટિલિયાને બહારથી તો જોઈ શકીએ છીએ પરંતુ અંદરથી જોવાની ઘણા લોકોની ઈચ્છા હોય છે તો ચાલો આજે આપણે મુકેશ અંબાણીના આ આલીશાન ઘર એન્ટિલિયાની મુલાકાત અંદરથી મુલાકાત લઈશું.

Image Source

મુકેશ અંબાણીએ ઘરનું નામ ઇન્ટિલિયા શું કામ રાખ્યું?:
આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં ઉઠતો હોય છે, મુકેશ અંબાણી ભારતીય છે અને એમાં પણ ગુજરાતી તો આ ઈંગ્લીશ નામ રાખવા પાછળનો હેતુ શું હશે? તો તમને જણાવીએ કે મુકેશ અંબાણીનું આ ઘર ઇન્ટિલિયા આઇસલેન્ડ ઉપરથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું જેને શિકાગોના પ્રખ્યાત આર્કીટેક પાર્કિસ એન્ડ વીલ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેના કારણે મુકેશ અંબાણીએ આ ઘરની નામ પણ એન્ટિલિયા જ રાખ્યું.

Image Source

ઘરનો વૈભવ જોઈએ:
મુકેશ અંબાણીએ આ ઘર પાછળ 200 કરોડ ડોલર એટલે કે 11 હાજર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ઘર મુંબઈના સૌથી મોંઘા ગણાતા વિસ્તાર અલ્ટામાઉન્ટ રોડ પર બનાવવામાં આવ્યું છે જ્યાં જગ્યાની કિંમત પ્રતિ સ્કવેર ફૂટ 80 થી 85 હજાર રૂપિયાની આસપાસ છે.

Image Source

મુકેશ અમાબાનીના આ ઘરમાં 27 માલ આવેલા છે. જેમાં ત્રણ હેલિપેડ પણ આવેલા છે, સાથે આ ઘારણમાંથી ખુલ્લું આકાશ અને સમુદ્રને પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

Image Source

આ ઘરના છઠ્ઠા માળ ઉપર ગાડીઓનું ગેરેજ આવેલું છે જ્યાં કરોડોની કિંમતની લક્ઝુરિયસ કારોનો જમાવડો છે સાથે સાતમા માળ ઉપર ગાડી રીપેરીંગ માટે સર્વિસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે.

Image Source

અમાબાનીના આ ઘરની અંદર 9 એલીવેટર આવેલા છે જેમાં એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર સરળતાથી પહોંચી શકાય છે. એન્ટિલિયાની અંદર યોગ સેન્ટર, સ્પા, ડાન્સ સ્ટુડિયો અને સ્વિમિંગ પુલ પણ આવેલો છે. સાથે એક સિનેમા હોલ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં એકસાથે 50 લોકો સાથે બેસીને ફિલ્મ જોઈ શકે છે. સાથે જ આઈસ્ક્રીમ પાર્લર પણ બનવાવમાં આવ્યું છે.

Image Source

એન્ટિલિયાની બીજી એક ખાસ વાત એ પણ છે કે દરેક ફ્લોર ઉપર અલગ અલગ ડિઝાઇન્ગ કરવામાં આવ્યું છે તેમજ મટીરીયલ પણ અલગ અલગ વાપરવામાં આવ્યું છે.

Image Source

ઘરની અંદર આલીશાન ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે સાથે ઘરમાં એક સુંદર મઝાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

Image Source

આ ઘરને એ રીતે બનાવવામાં આવ્યું છે કે જો 8 રેકટર સેક્લનો ભૂકંપ પણ આવે તો પણ આ ઘરને થોડું પણ નુકશાન ના થાય.

Image Source

મુકેશ અંબાણીના આ આલીશાન ઘરની અંદર કામ કરવા માટે 600 લોકોનો સટાફ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.