જીવનશૈલી

10 PHOTOS: અંબાણીની પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર્સ, શાહરુખ-ઐશ્વર્યાથી લઈને શાહિદ કપૂર સુધી રૉયલ લુકમાં જોવા મળ્યા

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગળના અમુક દિસવસોથી જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. ગણેશ ચતુર્થીથી લઈને દિવાળીની ઉજવણીનો ઉત્સાહ બોલીવુડમાં ખુબ જોવા મળ્યો હતો. જો કે દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવાર માટે જશ્નનો માહોલ હજી યથાવત જ છે.

મુકેશ-અનિલ અંબાણીની બે બહેનો નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર છે. જેમાંની નીના કોઠારીની મોટી દીકરીના પ્રિ-વેડિંગ માટે 10 નવેમ્બરના રોજ મુકેશ અંબાણીના આલીશાન ઘર એન્ટેલિયામાં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીની ભાણીના પ્રિ-વેડિંગ સમારોહમાં બૉલીવુડ જગતનો જમાવડો પણ જોવા મળ્યો હતો. અભિનેતા શાહરુખ ખાન હંમેશા અંબાણીની પાર્ટીમાં જોવા મળે છે એવામાં આ મૌકા પર પણ શાહરુખ ખાન બ્લેક રંગના સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા.

બોલીવુડના રોમેન્ટિક જોડીમાંના એક શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ શાનદાર અંદાજમાં હાજર રહ્યા હતા. શાહિદ વ્હાઇટ કલરની શેરવાનીમાં જ્યારે મીરા બ્રાઉન કલરની સાડી પહેરેલી જોવા મળી હતી.


કોકિલાબેન અંબાણી પણ સુંદર અંદાજમાં જોવા મળ્યા હતા.


અભિનેતા અભિષેક બચ્ચન અલગ જ લુકમાં જોવા મળ્યા હતા. અભિષેકનો મૂંછ વાળો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો હતો જ્યારે ઐશ્વર્યા રાઈ લાલ રંગના અનારકલી ડ્રેસમાં પાર્ટીમાં જોવા મળી હતી.

અભિનેતા અનિલ કપૂર પણ ચેક બ્લેઝર પહેરેલા પાર્ટીમાં જોવા મળ્યા હતા, જેની સાથે પત્ની સુનીતા કપૂર પણ જોવા મળી હતી. અનિલ કપૂરે હાથ મિલાવીને મીડિયાનું અભિવાદન કર્યું હતું.

આ સિવાય ટીના અંબાણી અને અનિલ અંબાણી પણ શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા, જેનું સ્વાગત કરવા માટે શ્લોકા મેહતા એન્ટ્રી ગેટ પાસે આવી પહોંચી હતી.

અંબાણી પરિવારની લાડલી દીકરી ઈશા અંબાણી ઓફ વ્હાઇટ સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

પાર્ટીમાં જેકલીન ફર્નાડીઝ પણ અલગ જ અવતારમાં જોવા મળી હતી. અંબાણીની પાર્ટી હોય અને બોલીવુડનો જમાવડો ન હોય એવું તે કેમ બને!

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.