શું મુંબઇ છોડી લંડનના આ 300 એકર મહેલમાં શિફટ થશે મુકેશ અંબાણી ? જાણો હકિકત

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ લંડનમાં પોતાનું બીજું ઘર ખરીદ્યું છે. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણીની આ બીજી જગ્યા છે. મુકેશ અંબાણી એન્ટિલિયા સિવાય હવે લંડનના આ ઘરમાં રહેવાના છે. મીડિયા રીપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ લંડનમાં પોતાનું બીજું ઘર ખરીદ્યું છે. તેમણે લંડનના બકિંગહામશાયરમાં સ્ટોક પાર્કની 300 એકર જમીન ખરીદી છે. આવી સ્થિતિમાં હવે રિલાયન્સ ગ્રુપે લંડનમાં સ્થાયી થવાના પ્રશ્ન પર સ્પષ્ટતા રજૂ કરી છે.

રિલાયન્સે તેના સત્તાવાર નિવેદનમાં આ બાજુના સમાચારોને માત્ર અફવા ગણાવ્યા અને સ્પષ્ટપણે કહ્યું કે ભારત છોડીને અન્યત્ર શિફ્ટ થવાની તેમની કોઈ યોજના નથી. રિલાયન્સે મીડિયા નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું કે રિલાયન્સ ગ્રુપની કંપની RIIHLએ સ્ટોક પાર્ક હસ્તગત કરી લીધો છે. કંપનીનો હેતુ આ હેરિટેજ પ્રોપર્ટીની મદદથી પ્રીમિયર ગોલ્ફિંગ અને સ્પોર્ટિંગ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી કંપનીના કન્ઝ્યુમર બિઝનેસને વેગ મળશે. આ સાથે ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગને વિશ્વભરમાં પ્રશંસા મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી હતી કે સ્ટોક પાર્કની સંપત્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવી છે. આ મિલકતને ગોલ્ફિંગ અને સ્પોર્ટ્સ રિસોર્ટ તરીકે વિકસાવવાનો છે. આ રિસોર્ટ રિલાયન્સ ગ્રુપના ઝડપથી વિકસતા બિઝનેસમાં મદદ કરશે. સાથે જ તે ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગની ઓળખને વિશ્વભરમાં ફેલાવશે.

મુકેશ અંબાણીએ લંડનમાં 592 કરોડ રૂપિયામાં સ્ટોક પાર્ક ખરીદ્યો છે. આ રિસોર્ટમાં 49 બેડરૂમ છે. આ સાથે, ઘણી વૈભવી સુવિધાઓ અને અદ્યતન તબીબી સુવિધા છે. હોલીવુડની ઘણી ફિલ્મોમાં સ્ટોક પાર્કનો ઉપયોગ લોકેશન તરીકે કરવામાં આવ્યો છે. તેમાં જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

Shah Jina