ખબર

સીતારાઓથી સજેલા ફેશન શો માં કંઈક આવા અંદાજમાં જોવા મળી ઈશા અંબાણી અને ભાભી- જુઓ બધી જ તસ્વીરો

મુંબઈમાં ગુરુવાર એટલે કે ગઈ કાલ બૉલીવુડ જગતના દિગ્ગ્જ લોકોથી ભરપૂર રહી હતી. ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ પોતાની ડિઝાઇન લેબલના 25 વર્ષ પૂર્ણ કરવા પર મુંબઈમાં ફેશન શો નું આયોજન કર્યું હતું. મોટાભાગે આવા શો માં ફેશન અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો જોવા મળી જ જાય છે.

પણ આ બૉલીવુડ દુનિયા વચ્ચે અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા અને ઈશા અંબાણી પણ શો માં ખુબ જ સુંદર અંદાજમાં જોવા મળી હતી. મુકેશ અંબાણી અને તેનો પરિવાર મોટાભાગાએ ચર્ચામાં આવી જ જાય છે.

આ સિવાય હંમેશાની જેમ અંબાણી પરિવારના નાના દીકરાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ પણ હાજર રહી હતી. તસ્વીરોમાં રાધિકાની અંબાણી પરિવાર સાથે ખાસ બોન્ડિંગ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Sisters ❤ #ishaambani #shlokaambani #ishitasalgaocar #radhikamerchant snapped together #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તાજેતરમાં જ બંન્નેને અંબાણી પરિવારના ઘરે ગણેશ ચતુર્થીના અવસર પર જોવામાં આવેલી હતી, અને એક વાર ફરીથી તેઓ અબુ જાની-સંદીપ ખોસલાના ફેશન શો માં જોવા મળી છે. આ સિવાય અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણી પણ ફેશન શો નો હિસ્સો બની હતી.

 

View this post on Instagram

 

#radhikamerchant snapped today at an event #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સામે આવેલી તસ્વીરોમાં રાધિકા-શ્લોકા ખુબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ શો માં સફેદ અને હલકા પીળા રંગનો અનારકલી ડ્રેસ પહેરી રાખ્યો હતો જયારે રાધિકા સફેદ અને હલકા ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

આ સિવાય અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણી બ્લુ રંગની સાડી માં જોવા મળી હતી તેની સાથે તેણે ઓફ સોલ્ડર બ્લાઉઝ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

#radhikamerchant with #ishetasalgaocar and #shlokaambani at an event today #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જણાવી દઈએ કે અબુ જાની-સંદીપ ખોસલાના ફેશન ઇવેન્ટમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ શો સ્ટોપર રહી હતી.

 

View this post on Instagram

 

#deepikapadukone ❤❤❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ સિવાય આ ઇવેન્ટમાં અભિષેક અને જયાં બચ્ચન, આશા પારેખ, ટ્વીન્કલ ખન્ના, કરન જોહર, રિયા કપૂર, જેવા સિતારાઓ શો નો હિસ્સો બન્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks