મુકેશ અંબાણીએ રિલાયન્સ કર્મચારી મનોજ મોદીને ગિફ્ટ કર્યુ 1500 કરોડનું ઘર, 22 માળની બિલ્ડિંગ- જુઓ ભવ્ય નઝારો

બોસ હોય તો મુકેશ અંબાણી જેવા ! અંબાણીને મોદીને આપ્યુ 1500 કરોડ રૂપિયાનું 22 માળનું ઘર, જુઓ PHOTOS

Mukesh Ambani gifts ₹1,500 cr house to Manoj Modi : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના (Reliance Industries) ચેરમેન અને એશિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણી (Mukesh Ambani) માત્ર મોટુ બેંક બેલેન્સ જ નથી રાખતા પરંતુ દિલ પણ મોટુ રાખે છે. તેઓ તેમના કર્મચારીઓની મદદ માટે હંમેશા ઊભા રહેનાર મુકેશ અંબાણીએ હાલમાં જ એક જૂના કર્મચારી માટે 1500 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યુ છે.

વર્ષોથી રિલાયન્સ માટે કામ કરનાર મનોજ મોદીને (Manoj Modi) મુકેશ અંબાણીએ 22 માળનું ઘર ગિફ્ટ કર્યુ છે. અંબાણીના રાઇટ હૈંડ કહેવાતા મનોજ મોદી શરૂઆતથી લઇને અત્યાર સુધી કંપની સાથે છે. તે ના માત્ર રિલાયન્સના કર્મચારી છે પણ મુકેશ અંબાણીના મિત્ર પણ છે. મનોજ મોદીને લોકો અંબાણીના સૌથી નજીકના વ્યક્તિ તરીકે ઓળખે છે.

તેમને મુકેશ અંબાણીનો રાઇટ હૈંડ પણ કહેવાય છે. રિલાયન્સના બધા સોદાની સફળતા પાછળ તેમનો હાથ હોય છે. વર્ષોથી થાક્યા વગર કંપની માટે પૂરી ઇમાનદારી અને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. મુકેશ અંબાણી જ નહિ પણ તેમના બાળકો ઇશા, આકાશ અને અનંત પણ મનોજ મોદીની કહેલી વાતો માને છે.

તેમના કામનું સમ્માન કરતા હવે અંબાણી પરિવારે તેમને બેશકિંમતી ગિફ્ટ આપી છે. મુકેશ અંબાણીએ તેમના વિશ્વાસુ મનોજ મોદીને 1500 કરોડ રૂપિયાનું 22 માળનું ઘર ગિફ્ટમાં આપ્યુ છે. આ એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સફળતાના પાછળ અને રિલાયન્સને અરબોની ડીલમાં સફળતા હાંસિલ કરાવવામાં મનોજ મોદીનો મોટો હાથ રહ્યો છે.

અંબાણીએ મનોજ મોદીને જે ઘર ગિફ્ટ કર્યુ છે તે મુંબઇના નેપિયન સી રોડ વિસ્તારમાં છે. ઘરને તલાટી એંડ પાર્ટનર્સ એલએલપીએ ડિઝાઇન કર્યુ છે અને ફર્નીચર ઇટલીથી મંગાવવામાં આવ્યુ છે.

આ પ્રોપર્ટીનું નામ વૃંદાવન છે. નેપિયન સી રોડ એરિયામાં પ્રોપર્ટીની કિંમત 45100 રૂપિયાથી 70600 રૂપિયા પ્રતિ વર્ગ ફુટ છે અને મનોજ મોદીની નવી પ્રોપર્ટીની કિંમત 1500 કરોડ રૂપિયા છે. બિલ્ડિંગ 1.7 લાખ વર્ગ ફુટમાં ફેલાયેલી છે, જેમાં પ્રત્યેક માળ 8000 વર્ગ ફુટના એરિયાને કવર કરે છે. આ બિલ્ડિંગમાં 7 માળ પાર્કિંગ પ્રતિબંધિત છે.

મનોજ મોદી હાલના સમયમાં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જીયોમાં ડાયરેક્ટરના રૂપમાં કાર્યરત છે. 1.7 લાખ વર્ગ ફુટમાં ફેલાયેલી આ બિલ્ડિંગની કિંમત 1500 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. મનોજ મોદી મુકેશ અંબાણીના કોલેજ ફ્રેન્ડ પણ છે.

અંબાણી અને મોદી બંને ક્લાસમેટ રહ્યા છે અને બંનેએ એકસાથે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સમાં કામ કરવાનું શરૂ કર્યુ, ત્યારે તેમણે મનોજ મોદીને પણ પોતાની સાથે બોલાવી લીધા. વર્ષ 1980થી મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે.

ના માત્ર કારોબારમાં પણ અંબાણી પરિવારમાં પણ તેમની ઘણી ઇજ્જત છે. પોતે મુકેશ અંબાણી પણ તેમની કહેલી વાતો ધ્યાનથી સાંભળે છે. મનોજ મોદી લાઇમલાઇટથી દૂર રહે છે અને તે કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નથી. મૈજિકબ્રિક્સ ડોટ કોમ અનુસાર, મનોજ મોદી પાસે હજીરા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષ, જામનગર રિફાઇનરી, ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ અને 4જી રોલઆઉટ જેવા રિલાયન્સના મોટા પ્રોજેક્ટ છે.

Shah Jina