મમ્મી નીતા અને પિતા મુકેશ અંબાણીએ આપી અનંત-રાધિકાને લગ્નમાં આપી મોંઘી દાટ આ ગિફ્ટ્સ, જોતા જ રહી જશો

ભારતના સૌથી જાણીતા અને ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નના કાર્યક્રમો શરુ થઇ ગયા છે. આ કપલના ભવ્ય લગ્ન પહેલાથી જ ચર્ચામાં છે. જોકે, લગ્ન પહેલા અનંત રાધિકા પર પ્રેમ અને ગિફ્ટની વરસાદ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવારે અનંત અને રાધિકા માટે દુબઈમાં 640 કરોડ રૂપિયાનો આલીશાન વિલા ખરીદ્યો છે. આટલું જ નહીં પરિવારે તેમના નાના દીકરા અનંતને ખૂબ જ મોંઘી કાર પણ ગિફ્ટ કરી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી અનંત-રાધિકાના લગ્નની ઉજવણી પહેલા 1259 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by radhikamerchantfp (@radhikamerchant_)

જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે, જ્યારે અનંત અને રાધિકાની 2023માં સગાઈ થઈ હતી, ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહેલા કપલને ‘બેન્ટલી કોન્ટિનેન્ટલ GTC સ્પીડ’ કાર ગિફ્ટમાં આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ અદભુત કારની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. તેમાં બેસ્ટ સ્પેક્સ છે અને તે ટ્વીન-ટર્બોચાર્જ્ડ 6.0-લિટર W12 એન્જિન દ્વારા સંચાલિત છે. તે માત્ર 3.6 સેકન્ડમાં 0થી 60 માઈલ પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે.

 

View this post on Instagram

 

A post shared by radhikamerchantfp (@radhikamerchant_)

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અનંત અને રાધિકાને લગ્નની ભેટ આપવા માટે દુબઈના પામ જુમેરાહમાં એક મોંઘો બીચસાઇડ વિલા ખરીદ્યો હતો. અહેવાલો અનુસાર, આ સમગ્ર શહેરમાં સૌથી મોંઘી ડીલ હતી. આ વિલા પોશ વિસ્તારમાં આવેલ છે. ઘરની બીજી ખાસિયત એ છે કે, તેમાં 70 મીટરનો પ્રાઈવેટ બીચ છે.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukeshambani304)

આ ઉપરાંત ઘરમાં 10 લક્ઝુરિયસ બેડરૂમ છે. વિલાની બીજી વિશેષતા એનું ભવ્ય ઈન્ટિરિયર હતું, જેમાં ઇટાલિયન માર્બલ અને ભવ્ય કલાકૃતિઓ જોવા મળે છે. આ એક ઉત્તમ હોલિડે હોમ છે, જ્યાં અબજોપતિ પરિવાર તેમના લક્ઝુરિયલ ઘરનો આનંદ માણી શકે છે અને તેમની મોટી પાર્ટીઓનું આયોજન કરી શકે છે. ઘરમાં લક્ઝુરિયલ ઈન્ટિરિયર સાથેનો આધુનિક બેડરૂમ, વિશાળ ડાઇનિંગ ટેબલ સાથેનો એક વિશાળ ડાઇનિંગ રૂમ અને એક ઇન-બિલ્ટ પૂલ પણ છે. એક અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ આ વિલા 640 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

yc.naresh