જીવનશૈલી

પ્રિયંકાના લગ્નમાં અંબાણી પરિવારે આપ્યું હતું આ કિંમતી ગિફ્ટ, કપિલના શોમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા લાંબા સમય બાદ બોલીવુડ તરફ પાછી ફરી રહી છે.’ધ સ્કાય ઇઝ પીંક’ફિલ્મમાં પ્રિયંકા મા નો રોલ ભજવી રહી છે. ફરહાન અખ્તર તેના પતિનો રોલ ભજવી રહ્યો છે.પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિન્ક’થી બોલીવુડમાં રી એન્ટ્રી કરી રહી છે. પ્રિયંકા ચોપરા હાલમાં તો તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે.આ વચ્ચે ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપ્રાનો એક વિડીયો સામે આવ્યો છે. આ ફિલ્મમાં પ્રિયંકા એક માતાનો રોલ કરી રહી છે. તો ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ માં ફરહાન અખ્તર તેના પતિનો રોલ નિભાવી રહ્યો છે.

‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં પ્રિયંકા અને ફરહાન અખ્તરનો એક રોમેન્ટિક અને બેડરૂમના સિંનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફરહાન અને પ્રિયંકા બેડરૂમસીન કરતા-કરતા મજાક કરતા નજરે ચડે છે. પ્રિયંકા રોમેન્ટિક સીન કરતી વખતે મજાકના અંદાજમાં મોગલી ફિલ્મનું ફેમસ ગીત ‘ જંગલ-જંગલ બાત ચલી હૈ’નું ગીત ગાતી નજરે ચડે છે. કારણકે ફરહાને ખોટું અન્ડરવેર પહેર્યું છે. પ્રિયંકા ચોપરા અને ફરહાનનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.

આ વિડીયો શેર કર્તાની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનો નવો પ્રોમો છે. પરંતુ હાલમાં તો આ વીડિયોને ફિલ્ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિએ શેર નથી કર્યો. પણ બતાવવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો આ જ ફિલ્મનો છે. જેમાં પ્રિયંકા અને ફરહાન જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બને બેડરૂમમાં એક બેડ પર સુતા-સુતા રોમાન્સ કરી રહ્યા છે. આ સિનનો વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, આ ઇન્ટિમેટ સીન શૂટિંગ દરમિયાનનો જ છે.

ફરહાન- પ્રિયંકાના આ બેડરૂમ વીડિયોને સોશિયલ મીડિયાના યુઝર્સ પ્રતિક્રિયા આપે છે. લોકો કમેન્ટની સાથે-સાથે લાઈક પણ કરે છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર ચાર વર્ષ બાદ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં સાથે જોવા મળશે. આ પહેલા આ બંનેએ 2015માં ‘દિલ ધડકને દો’ કરી હતી.

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની મોસ્ટ એવેઈટેડ અપકમિંગ ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું આ ટ્રેલર લોકોને પણ બહુજ પસંદ આવ્યું છે.

આ ટ્રેલરની શરૂઆત જ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની લવ સ્ટોરીથી થાય છે. હસવું, કોમેડી અને રોમાન્સની વચ્ચે આ બન્નનેના સંબંધમાં દુરી આવે છે. જયારે પ્રિયંકા અને ફરહાનની પુત્રી આયશા એટલે કે, જાયરા વસીમને ફેફસાનું દર્દ હોય છે. આ ફિલ્મ સત્ય હકીકત પર આધારિત છે.આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન સિવાય જાયરા વાસીમ અને રોહિત લીડ રોલમાં છે.
એક્ટ્રેસ જાયરા વસીમ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’ના ટ્રેલરમાં ખુદને પ્રિયંકા અને ફરહાનની જિંદગીની વિલન બતાવી રહી છે. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ ટ્રેલર રિલીઝ થયાના એક દિવસ પહેલા જ જાણકારી આપી હતી.
તો પ્રિયંકા ચોપરાએ તેના ફિલ્મનું પોસ્ટર શેર કરી લખ્યું હતું કે, ‘આ ક્રેઝી પરિવારને લઈને આવી રહી છું. જણાવી દઈએ કે, ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં એક ટીનએજ યુવતી ગંભીર બીમારીથી પીડાતી હોય છે.
જેના માતા-પિતાની કહાનીને બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા બાળકીની માતા અદિતિ અને ફરહાન અખ્તર બાળકીના પિતા નિખિલના રોલમાં નજરે ચડશે.
આ ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ આ વર્ષ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે. જયારે આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયમ ટોરેન્ટો ફેસ્ટિવલમાં 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

Image Source

તો ફરહાન અખ્તરે પણ તેના અને પ્રિયંકાના કિસિંગ સિનનો પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ટ્રેલર રિલીઝની જાણકારી આપી હતી.

હાલ જ તેમનો એક બેડરૂમ રોમાન્ટિક સીનનો વિડિઓ પણ સામે આવ્યો છે. આ જોડી પહેલા 2015માં રિલીઝ થયેલ ફિલ્મ ‘દિલ ધડકને દો’માં સાથે નજર આવી હતી.

‘ધ સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશન માટે પ્રિયંકા કપિલ શર્માના શોમાં નજર આવી હતી. શોમાં વાતચીત દરમિયાન પ્રિયંકાએ તેના જીવનથી જોડાયેલ ઘણી વાતો શેર કરી હતી.

પ્રિયંકાને જયારે તેના લગ્ન વિષે પૂછવામાં આવ્યું તો એને જણાવ્યું કે તેના લગ્નમાં ફક્ત 180 લોકો આવ્યા હતા જેમાંથી 120 લોકો તેના જ પરિવારના હતા. કપિલે જયારે તેને પૂછ્યું કે ‘ તમારા લગ્નમાં તમને ગિફ્ટમાં શું-શું મળ્યું અને અમીર લોકોએ તમને કવરમાં કેટલા રૂપિયા આપ્યા તમને?’

એના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે મારા લગ્નમાં વધુ લોકો નહતા આવ્યા અને કવરની વાતો કરો છો કહી દઉં કે મને અડધા કવર પણ નથી મળ્યા. જેટલા લોકો આવ્યા હતા મને તેમનો પ્રેમ અને BLESS મળ્યો હતો અને એની જ મને જરૂર હતી.

પ્રિયંકાના જવાબમાં પણ કપિલે મજાકીયા અંદાજમાં કહ્યું કે ‘મને તો એમ છે આ લોકો આટલા આમિર છે કે એ લોકો તેની ખુદની 25 હજાર વાળી નોટ હશે અને એ લોકો 2 હાજર વાળી નોટ રાખતા જ નહીં હોય.’ કપિલની આ વાત સાંભળી શોમાં હાજર રહેલ દરેક લોકો હસવા લાગ્યા હતા.

સાથે જ પ્રિયંકા તેના લગ્નજીવન વિશે જણાવતા બોલી કે ‘અમારા લગ્ન મોર્ડન ડે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ છે અને અમે બે અઠવાડિયાથી વધુ એકબીજાને મળ્યા વિના નથી રહી શકતા, ભલે અમે દુનિયાના ગમે તે ખૂણામાં હોઈએ અમે બંને અમારા જીવનની નાનીથી નાની વાતો જણાવીએ છીએ.’

પ્રિયંકા એ તેના લગ્નજીવન વિષે જ નહીં પેન્ટના સંઘર્ષ વિષે પણ વાત કરી હતી. તેને કહ્યું કે તેને ઘણી ફિલ્મોમાંથી રિપ્લેસ કરી દીધી હતી. એક વખત તેને તેના કો-એક્ટરે એના વિષે જણાવ્યું હતું તો બીજી વખત તેને આ વાત ન્યૂઝપેપરમાં વાંચી હતી.

એ સમયે તે રડતાં-રડતા તેના પિતા પાસે પહોંચી હતી અને બોલી, હું જ શા માટે?’ પણ જયારે તેના પિતાએ તેને પૂછ્યું કે હવે હવે તું શું કરીશ? ત્યારે તેને નિર્ણય કર્યો કે હું આવી પરિસ્થિતિમાં નહીં ફસાઉં અને બસ સારું કામ કરતી રહીશ.પ્રિયંકાની આવનારી ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.