ખબર

અંબાણી પરિવારે આ રીતે ઉજવ્યો વહુ શ્લોકા મહેતાનો જન્મદિવસ, આ પ્રસંગે માંગી એક ખાસ ભેટ

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની વહુ શ્લોકા મહેતાએ હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે શ્લોકા મહેતાનો અંબાણી પરિવારની વહુ તરીકેનો આ પહેલો જન્મદિવસ અંબાણી પરિવારે યાદગાર બનાવવાની કોશિશ કરી. શ્લોકાનાં જન્મદિવસ નિમિતે અંબાણી પરિવારે એક ખાસ વિડીયો મેસેજ શેર કર્યો છે, જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અને આકાશ એક ખાસ અંદાજમાં શ્લોકાને જન્મદિવસની શુભકામનાઓ આપી રહયા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં શરૂઆતમાં શ્લોકાનાં બાળપણની તસવીરો દેખાઈ રહી છે અને સાથે જ તેના બાળપણ વિશે પણ જણાવી રહ્યું છે. આ પછી શ્લોકાને સસરા મુકેશ અંબાણી જન્મદિવસની શુભકામનાઓ આપતા કહે છે – ‘ડિયર શ્લોકા, મિસિસ અંબાણી તરીકે પહેલા જન્મદિવસની શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે આવતા વર્ષે જયારે હું તને બર્થડે વિશ કરીશ ત્યારે તો દાદા બની જઈશ, પરંતુ તું એક મા બની જઈશ. તને ખૂબ જ પ્રેમ, ખુશી અને સફળતા મળે. આ વર્ષ ઘણી ઇવેન્ટથી ભરેલું રહ્યું છે.’

આ પછી સાસુ નીતા અંબાણીએ વહુ શ્લોકાને જન્મદિવસની શુભકામનાઓ આપતા કહ્યું કે એના આવવાથી તેમનું ઘર સૌથી મોટું ફૂડ ડેસ્ટિનેશન બની ગયું છે. શ્લોકાનાં વખાણ કરતા નીતા માબાનીએ કહ્યું, ‘આપણા ઘરમાં હવે પોપકોર્નથી લઈને ચા સુધીનું મેન્યુ છે. ચા તો એટલા પ્રકારની છે કે કેટલીક તો મેં ક્યારેય ટેસ્ટ પણ નથી કરી. તારી પુસ્તકો વાંચવાની આદતથી લાગે છે કે હું પણ ફરીથી વાંચવાનું શરુ કરી દઈશ.’ આગળ વાત કરતા નીતા અંબાણીએ કહ્યું, ‘અત્યાર સુધી હું અને આકાશ જ ક્રિકેટના દીવાના હતા, મુકેશ અંબાણી ક્યારેક-ક્યારેક જોવા આવતા હતા. તારા આવ્યા બાદ અમારી ક્રિકેટ માત્ર મુંબઈ ઇન્ડિયન્સ સુધી સીમિત નથી રહી ગઈ. હવે અમારી ક્રિકેટ વર્લ્ડ કપ, ફેન્ટસી ક્રિકેટ સુધી ફેલાઈ ગઈ છે.’

આ પછી ઈશા અંબાણી, આનંદ પિરામલ, શ્લોકાનાં માતા-પિતા, ઘરના બીજા સભ્યો અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ શ્લોકાને જન્મદિવસની વધામણી આપી.

સૌથી છેલ્લે આકાશ અંબાણીએ ખાસ અંદાજમાં પત્ની શ્લોકાને જન્મદિવસની શુભકામનાઓ આપી અને કહ્યું, ‘આખા વર્ષમાં તારો જન્મદિવસ મારા માટે સેલિબ્રેશનનું સૌથી મોટું કારણ હોય છે. આ જ દિવસે હું ભગવાનનો આભાર માનું છું કે તું આ ધરતી પર આવી. છેલ્લા 11 વર્ષ મારા માટે અદભુત કર્યા, દરેક ઉતાર-ચઢાવ્મા આપણે ખૂબ જ શીખ્યા. આપણા લગ્નને 4 મહિના થઇ ગયા છે. આ શ્રેષ્ઠ જર્ની રહી છે. મને આશા છે કે આપણે આવતા વર્ષોને વધુ યાદગાર બનાવીશું.’

આખા અંબાણી પરિવારે શ્લોકાનાં જન્મદિવસ પર તેની પાસેથી એક ખાસ ભેટ પણ માંગી છે. બધા જ શ્લોકાનાં આવતા જન્મદિવસ સુધીમાં એક બેબી અંબાણી ઈચ્છે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks