મુકેશ અંબાણી દીકરા-વહુ અને પૌત્ર સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર, આ કારણે ટ્રોલ થઇ ગયો આકાશ અંબાણી
Mukesh Ambani’s family visited Siddhivinayak : દેશના સૌથી ધનિક પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે. અંબાણીના પરિવારના સભ્યો જ્યાં પણ જાય ત્યાં પેપરાજી પણ તેમને કેમેરામાં કેદ કરવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે પરિવારના વડા મુકેશ અંબાણી પણ તેમની સાદગી અને ભક્તિ માટે જાણીતા છે. આ પરિવારના સદસ્યો અવાર નવાર કોઈને કોઈ દેવ મંદિરમાં પણ દર્શન કરવા માટે જતા હોય છે.
ત્યારે હાલમાં જ મુકેશ અંબાણી તેમના દીકરા આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા મહેતા અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે મુંબઈના લોકપ્રિય મંદિર સિદ્ધિવિનાયક પહોંચ્યા હતા. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બધા મંદિરના પરિસરમાં જોઈ શકાય છે. આ તમામ લોકો કડક સુરક્ષા વચ્ચે દર્શન કરીને મંદિર પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળે છે. જો કે, એક ખાસ કારણોસર લોકોએ આકાશ અંબાણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ મેચ પહેલા મુકેશ અંબાણી પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. જો કે આ વીડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આકાશને ટ્રોલ પણ કરી રહ્યા છે. હકીકતમાં, લોકો આકાશ અંબાણીને મંદિર પરિસરમાં ચપ્પલ પહેરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે.
આ ઉપરાંત કેટલાક લોકો તેના કપડા પર ટિપ્પણી કરતા પણ જોવા મળે છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તેઓ મંદિરની અંદર ચપ્પલ કેમ પહેર્યા છે’. તો ત્યાં બીજાએ લખ્યું છે, ‘આકાશ મંદિરમાં ચપ્પલ અને ચડ્ડો પહેરીને. મતલબ કે પૈસા હોય તો કંઈ પણ કરી શકાય. આ રીતે લોકો આકાશને તેના ચપ્પલ અને કપડા માટે ટ્રોલ કરી રહ્યા છે.
પરંતુ જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આકાશ અંબાણી અને તેમનો પરિવાર મંદિરમાંથી બહાર આવ્યા બાદ તેમના ચપ્પલ પહેરે છે. તમે જોઈ શકો છો કે આકાશ અને શ્લોકા થોડીવાર માટે એક જગ્યાએ રોકાય છે, બંને તેમના ચપ્પલ પહેરે છે અને પછી આગળ વધે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram