જીવનશૈલી

જુઓ અંબાણી પરિવારની કેટલીક જૂની તસ્વીરો અને કેટલીક ઓછી જાણીતી વાતો અહીં ક્લિક કરીને

આપણા દેશનો સૌથી ધનિક પરિવાર એટલે અંબાણી પરિવાર. આ પરિવારમાં ગયા વર્ષના અંતમાં અને આ વર્ષની શરૂઆતમાં બે ભવ્ય લગ્નપ્રસંગ યોજાયા હતા જે મહિનાઓ સુધી દેશમાં ચર્ચામાં રહયા હતા.

Image Source

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે અને શ્લોકા અંબાણીના આનંદ પિરામલ સાથેના આ લગ્ન હતા. આ શાહી લગ્ન દેશના સૌથી ચર્ચિત લગ્ન બન્યા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

Image Source

અંબાણી પરિવાર એવો પરિવાર છે કે જેના વિશે જાણવાની દરેકને ઈચ્છા થતી હોય છે, તેઓ કઈ રીતે રહે છે, શું ખાય છે, ક્યાં ફરવા જાય છે, તેમને શું પસંદ છે, આ વિશે જાણવાની દરેકને ઉત્સુકતા રહે છે.

Image Source

એટલે જ જયારે કેટલાક વર્ષો પહેલા નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન અને પરિવાર વિશે કેટલાક ખુલાસાઓ કર્યા હતા, જે વિશે મોટાભાગના લોકોને જાણ ન હતી, ત્યારે એ વાત જાણીને લોકોને શૉક લાગ્યો હતો.

Image Source

લોકોનું માનવું છે કે પૈસાથી બધી જ ખુશીઓ ખરીદી શકાય છે અને પૈસો છે તો જ સુખ છે, એટલે અંબાણી પરિવારે તો ક્યારેય દુઃખ જોયું જ નહિ હોય ને! સૌથી સુખી પરિવાર તો અંબાણી પરિવાર જ હશે ને! પણ એવું નથી. અંબાણી પરિવાર પાસે અઢળક સંપત્તિ છે એનો અર્થ એ નથી કે તેમના જીવનમાં દુઃખ નથી આવ્યા. એક સમય હતો જયારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પર મુસીબત આવી હતી.

Image Source

જયારે મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા ત્યારે તો બધું જ બરાબર હતું, પણ લગ્નના ત્રણ વર્ષ પછી આખા પરિવારને એક એવા જ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા હતા કે જેનાથી નીતા અંબાણી તૂટી પડયા હતા.

Image Source

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મારા લગ્નના કેટલાક વર્ષો બાદ, મને ડોક્ટરોએ જણાવ્યું હતું કે મને બાળકો ક્યારેય નહીં થાય. ત્યારે મારી ઉમર 23 વર્ષની હતી, જયારે મને જાણવા મળ્યું કે હું ક્યારેય મા નહિ બની શકું.

Image Source

આ વાત સાંભળીને મને ઘણો આઘાત લાગ્યો હતો, હું તૂટી પડી હતી. જયારે હું સ્કૂલમાં હતી ત્યારે પણ હું લાંબા નિબંધ લખતી, ‘જયારે હું માં બનીશ’, પરંતુ જયારે આ આઘાતજનક સમાચાર મળ્યા ત્યારે મને ખૂબ ધક્કો પહોંચ્યો હતો.

Image Source

જો કે ડૉ ફિરુજા પારિખ મારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. તેમની મદદથી મેં કેટલાક વર્ષો બાદ કંસીવ કર્યું અને પહેલીવાર પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યો.’ આ બાળકો હતા આકાશ અંબાણી અને ઈશા અંબાણી. આ જ ઇન્ટરવ્યૂમાં તેમને એમ પણ જણાવ્યું હતું કે તેમને પોતાની ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી તકલીફો પડી હતી.

Image Source

નીતા અંબાણીએ પહેલા જુડવા બાળકોને જન્મ આપ્યો – ઈશા અને આકાશ. રિપોર્ટ અનુસાર, જુડવા બાળકોનો જન્મ સમય કરતા બે મહિના વહેલા જ થઇ ગયો હતો. આ પછી ત્રણ વર્ષ પછી તેમને કોઈ પણ મુશ્કેલીઓ વિના અનંત અંબાણીને જન્મ આપ્યો હતો.

Image Source

આ વિશે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ‘મારે આઇવીએફ દ્વારા જુડવા બાળકો થયા પણ એ સમય કરતા બે મહિના વહેલા થઇ ગયા. આ પછી ત્રણ વર્ષ પછી અનંતનો જન્મ થયો. આ એક નેચરલ પ્રેગ્નેન્સી જ હતી. પરંતુ આનાથી મારુ અને બાળકનું વજન ખૂબ જ વધી ગયું હતું. હું ખૂબ જ ખુશ હતી એટલે જે થઇ રહ્યું હતું એ થવા દીધું.’

Image Source

પોતાની ગર્ભાવસ્થા દ્વારમ્યાન નીતાએ લગભગ બે વાર પોતાનું વજન પણ વધાર્યું થયુ. તેઓનું 47 કિલો વજનથી 90 કિલોગ્રામ વજન થઇ ગયું હતું. તેમને જણાવ્યું હતું કે ‘બધું જ બે ગણું થઇ ગયું હતું. પરંતુ મેં પોતાની જાતને જેમ થતું હતું એમ જ થવા દીધુ.’ જો કે ડિલિવરી બાદ તેઓ ફરીથી સામાન્ય થઇ ગયા અને વજન ઉતારવામાં સફળ થયા હતા.

Image Source

ઈશા અંબાણીએ લગ્ન બાદ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અને તેનો જુડવા ભાઈ આઈવીએફની મદદથી થયા હતા. આ વાત જણાવતા ઈશાએ કહ્યું હતું ‘મારા મમ્મી-પપ્પાનુ લગ્નના સાત વર્ષ પછી હું અને મારી જુડવા ભાઈ જન્મ્યા હતા. અમે બંને આઈવીએફની મદદથી થયા હતા.

Image Source

જયારે અમે જન્મ્યા ત્યારે અમારી મમ્મી ઇચ્છતી હતી કે તે બહાર કામ ન કરે અને અમારું ધ્યાન જ રાખે. પણ જયારે અમે પાંચ વર્ષના થઇ ગયા તો તેમને ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું. પણ અત્યારે પણ તેઓ એક ટાઇગર મમ્મી જ છે.’

Image Source

નીતા અંબાણીએ પોતાના બાળકોના ઉછેર વિશે જણાવ્યું હતું કે ‘જયારે મારા બાળકો મોટા થઇ ગયા ત્યારે પણ હું તેમને માત્ર પાંચ રૂપિયા જ આપતી હતી. જાનથી તેઓ પોતાની કેન્ટીનમાં કઈ ખાવા-પીવા પર ખર્ચ કરી શકે. એક વાર મારો નેનો દીકરો અનંત મારી પાસે આવ્યો અને મારી પાસેથી દસ રૂપિયા માંગ્યા.

Image Source

મેં એને પૂછ્યું કે તને દસ રૂપિયા કેમ જોઈએ છે તો તેને જવાબ આપ્યો હતો કે જયારે પણ મને મારા મિત્રો પાંચ રૂપિયા સાથે જુએ છે તો તેઓ મારી મજાક ઉડાવે છે, તેઓ કહે છે કે અંબાણી છે કે ભિખારી. એમાં હું કે મુકેશ કશું કરી ન શકતા.’