BREAKING: દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ડરામણી ધમકી, 3 વાર ફોન કરીને જુઓ શું કહ્યું

દેશની મૂલ્યવાન કંપનીઓમાંથી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા ધનાઢ્ય મુકેશ અંબાણીના પરિવારને ધમકી મળી રહી છે. આ ધમકી ફોન કોલ દ્વારા આપવામાં આવી છે. આ સિવાય આ ધમકી ભરેલા ફોન ટોટલ આઠ વાર કરવામાં આવ્યા છે. એવામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનથી મામલાની તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું કે ધમકી આપનારા વ્યક્તિએ અંબાણીને આઠ વાર ફોન કર્યો હતો. આ ફોન રિલાયન્સ ફાઉન્ડેશનના હરિકિશનદાસ હોસ્પિટલના ડિપ્સલે નંબર પર કરવામાં આવ્યો છે, જેમાં મુકેશજી અને તેના પરિવારને ધમકી આપવામાં આવી છે. મામલાની તપાસમાં પોલીસને એક વ્યક્તિ પર શંકા થતા તેની મુંબઈમાંથી જ ધરપકડ કરીને કસ્ટડીમાં લીધો છે.

આ ઘટના પર મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે “અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે જેથી અમે તેની જાંચ કરી રહ્યા છીએ. લાગી રહ્યું છે કે કોલ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યો છે”. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સીઈઓ ડો.તરંગ જ્ઞાનચંદાનીએ કહ્યું કે “અજાણ્યા વ્યક્તિએ 8 ધમકીભર્યા કોલ કર્યા છે જેમાં મુકેશ અંબાણી અને તેના પરિવારને ધમકી આપવામાં આવી છે. અમે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે અને મામલાની તપાસ થઈ રહી છે.”

જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ 2021માં એક કારમાં મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની બહાર 20 જિલેટિન સ્ટીક મળી આવી હતી. ગાડીની અંદરથી એક નોટ પણ મળી આવી હતી જેમાં ધમકી પણ આપવામાં આવી હતી.

Krishna Patel