દેશના ધનિક પરિવાર અંબાણી પરિવારે દરેક વર્ષની જેમ આ વખતે પણ ગણેશ ઉત્સવની ઉજવણી ખુબ ધામધૂમથી કરી હતી. આ ખાસ અવસર પર એંટલીયાને દુલ્હનની જેમ શણગારમાં આવ્યું હતું જેની ભવ્યતા તસ્વીરોમાં જોઈ શકાય છે.

અંબાણી પરિવાર ગણેશજીને ઘરે લઈને આવ્યા હતા જેનું સ્વાગત સિનેમાજગતના લોકોના સિવાય ઘણી હસ્તીઓએ કર્યું હતું. આ વખતનો ગણેશ સમારોહ વધારે જ ખાસ હતો કેમ કે ઈશા અંબાણી અને શ્લોકાનાં લગ્ન પછી આ પહેલો ગણેશ ઉત્સવ છે.

એવામાં અંબાણી પરિવાર ખુબ જ ખુશ અને ઉત્સાહિત જોવા મળ્યો હતો. એવામાં અંબાણી પરિવારની ગણેશજીની આરતીની તસવીરો પણ સામે આવી છે.

તસ્વીરોમાં અંબાણી પરિવાર બાપાની ભક્તિમાં ડૂબેલો દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે અંબાણી પરિવાર આરતીની થાળી લઈને બાપાની આરતી કરી રહ્યો છે અને બાકીના લોકો હાથ જોડીને બાપાની ભક્તિમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે.

એક તસ્વીરમાં નીતા અંબાણી બાપાની સાથે હાથ જોડીએન ઉભેલા દેખાઈ રહ્યા છે, અને શ્લોકા પણ તેની બાજુમાં ઉભેલી દેખાઈ રહી છે. હંમેશાની જેમ આ વખતે પણ અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ પણ આ ખાસ અવસરમાં જોવા મળી હતી.

તસ્વીરમાં નીતા અંબાણીએ રાધિકાનો હાથ પકડી રાખ્યો છે, અને બંન્નેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ અવસર પર દરેક પારંપરિક અવતારમાં જોવા મળ્યા હતા.

નીતા અંબાણીએ લાલ રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો અને લીલા રંગનો નેકલેસ પહેરી રાખ્યો હતો. આ સિવાય રાધિકા, ઈશા અને શ્લોકા પણ આકર્ષક ડ્રેસમાં જોવા મળી હતી. અંબાણી પરિવારના આ સમારોહમાં અમિતાભ બચ્ચન, જયાં બચ્ચન, રેખા, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરન જોહર, આમિર ખાનના સિવાય ઉદ્ધવ ઠાકરે પણ આવી પહોંચ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks