અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં અંબાણી પરિવારે ઓમ શાંતિઓમ કર્યો ડાન્સ, શ્લોકા અને આકાશ પણ થયા રોમેન્ટિક – જુઓ વીડિયો

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત- રાધિકાના લગ્નના કાર્યક્રમો શરુ થઇ ગયા છે. મામેરા, ગરબા નાઇટ બાદ હવે સંગીત સેરેમનીનું આયોજન થયુ હતું. આ સંગીત સેરેમની 5મી જુલાઈએ Jio સેન્ટરમાં થઈ હતી, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ સુધીની ઘણી હસ્તીઓએ આ પ્રસંગે પોતાના એક્ટિંગ અને સ્ટાઇલથી દરેકને પ્રભાવિત કર્યા હતા. અંબાણીના સંગીત સમારોહનું સૌથી જોરદાર પ્રદર્શન વિશ્વવિખ્યાત ગાયક જસ્ટિન બીબરનું હતું. જસ્ટિનનું પર્ફોર્મન્સ મોડી રાત્રે શરૂ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

રાધિકાએ પોતાના સંગીત પર છલકા છલકા સોંગ પર ખૂબ જ સરસ ડાન્સ કર્યો હતો, જેનો ડાન્સ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.પોપ સિંગર જસ્ટિન બીબરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ, અંબાણી પરિવારના એક યાદગાર ડાન્સ પરફોર્મન્સની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અંબાણી પરિવારના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં આકાશ અંબાણી અને આનંદ પીરામલ પહેલા સ્ટેજ પર જોવા મળે છે, ત્યારબાદ ઈશા અંબાણી બોલિવૂડ સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે. શ્લોકા સ્ટેજ પર ડાન્સ કર્યા પછી, નીતા અંબાણી આવે છે અને ભરતનાટ્યમના કેટલાક સ્ટેપ્સ કરે છે. નીતા પછી મુકેશ અંબાણી એન્ટ્રી કરે છે અને અંતે અનંત-રાધિકાની એન્ટ્રી થાય છે. વીડીયોમાં જોઈ શકાય છે કે આખો અંબાણી પરિવાર શાહરૂખ ખાનના ગીત ‘દીવાનગી-દીવાનગી’ પર ડાન્સ કરી રહ્યો છે.

સંગીત સેરેમનીમાં પરફોર્મ કરીને પોપ સ્ટાર જસ્ટિન બીબર ઘરે પરત ફર્યો છે. અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિનના પરફોર્મન્સના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

જસ્ટિન બીબરની પર્ફોમન્સના ઘણા વિડીયો વાયરલ તે રહ્યા છે જેમાંથી એક વિડિયોમાં જસ્ટિન બીબર અને ઓરી સ્ટેજ પર સાથે ગાતા અને જોશથી ડાન્સ કરતા જોવા મળે છે. જસ્ટિન બીબર અને ઓરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં સલમાન ખાને પણ ડાન્સ કરવાની તક ગુમાવી ન હતી. સલમાન ખાને વરરાજા સાથે સ્ટેજ પર ખૂબ જ રંગ જમાવ્યો હતો, જેનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

નોંધનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. આ પછી 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદ સમારોહ યોજાશે. અંબાણી પરિવારે 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શન યોજાશે.

yc.naresh