ઈશા અંબાણીના વેલકમ બેશમાં ઇન્ડિયન લુકમાં પહોંચ્યો આખો અંબાણી પરિવાર, ના જોવા મળ્યા બોલીવુડના ખાસ દોસ્ત, જુઓ તસવીરો અને વીડિયો
દેશના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક એવા મુકેશ અંબાણીનો પરિવાર સતત ચર્ચામાં રહેતો હોય છે. ઘણીવાર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ તેને લક્ઝુરિયસ લાઈફને લઈને ચર્ચામાં આવે છે તો ઘણીવાર મુકેશ અંબાણી તેમની સાદગીને લાઈને છવાઈ જતા હોય છે. હાલમાં જ તેમના દીકરા અનંત અંબાણીની સગાઈ પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. ત્યારે હવે અંબાણી પરિવાર ઈશા અંબાણીની ખુશીઓમાં સામેલ થવા માટે પહોંચ્યો છે.
હાલમાં જ સમગ્ર અંબાણી પરિવાર ભારતીય લુકમાં ઈશા અંબાણીના સાસરિયાંના ઘરે પ્રવેશતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બધાએ પેપરાજીની સામે તસવીરો ક્લિક કરાવી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તાજેતરમાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, આકાશ અને શ્લોકાનો દીકરો પૃથ્વી અને અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ મુંબઈમાં જોવા મળ્યા હતા.
તેમાં લુક વિશે વાત કરીએ તો નીતા અંબાણીએ સુંદર એમ્બ્રોઇડરીવાળી સિલ્ક સાડી પહેરેલી હતી જ્યારે મુકેશ અને આકાશે કુર્તા પાયજામા સેટ પહેર્યા હતા. જ્યારે રાધિકા મર્ચન્ટે પીરોજ લીલો સિલ્કનો લહેંગા પહેર્યો હતો, તો શ્લોકા અંબાણીએ સ્ટાઇલિશ મલ્ટી-કલર સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યા હતા.
આ પહેલા ઈશા અંબાણી પણ પેપરાજીના કેમેરામાં કેદ થઈ હતી. તે તેના બે જોડિયા બાળકો એટલે કે પુત્રી આદિયા અને પુત્ર ક્રિષ્ના સાથે તેના વર્લીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન, તે ગુલાબી ફ્લોરલ પ્રિન્ટેડ કુર્તા અને સાદા સેન્ડલ, ગીકી ચશ્મા, મેસી બન અને નો-મેકઅપ લુકમાં પેન્ટ સેટ પહેરેલી જોવા મળી હતી, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram