ખબર

દિવાળી ઉપર મુકેશ અંબાણી દેશના આ મંદિરમાં આપી રહ્યા છે 19 કિલો સોનાનું દાન, જાણો ખાસ વાતો

દેશ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી દાનપ્રિય પણ છે. તે તેમના સેવાકીય કાર્યો દ્વારા જાણવા મળે છે. હાલ મળતી ખબર પ્રમાણે આ દિવાળી ઉપર મુકેશ અંબાણી દેશના એક મોટા મંદિરમાં 19 કિલો સોનાનું દાન આપવા જઈ રહ્યા છે.

Image Source

દેશનું આ સૌથી પ્રખ્યાત મંદિર છે આસામમાં આવેલું કામાખ્યા દેવીનું મંદિર. જ્યાં મુકેશ અંબાણી 19 કિલો સોનાથી ભરેલા 3 કળશનું દાન આપશે. સોનાથી ભરેલા આ ત્રણ કળશને મંદિરના ગુંબજમાં લગાવવામાં આવશે.

Image Source

અંબાણી પરિવારે આ પહેલા પણ બદ્રીનાથ, કેદારનાથ સમેત પાંચ મંદિરોને 5 કરોડ રૂપિયા દાનના સ્વરૂપમાં આપ્યા હતા, ત્યારે આ વખતે દિવાળીના પ્રસંગે કામાખ્યા દેવી મંદિરને  આ દાન આપવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં લાંબા સમયથી બંધ રહેલા મંદિરો હવે ખુલી ગયા છે. કામાખ્યા દેવી મંદિર પણ 12 ઓક્ટોબરથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

Image Source

રિપોર્ટ પ્રમાણે મંદિરના ગુંબજનું કામ જલ્દી જ પૂર્ણ થઇ જશે અને પછી આગળનું કામ બીજા બે અઠવાડિયામાં પૂર્ણ થઇ જશે. મુખ્ય ઢાંચો તાંબાથી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તેના ઉપર સોનાની પરત ચઢાવવામાં આવશે.

Image Source

આ વાતને લઈને મંદિર પ્રસાશન પણ ખુબ જ ઉત્સાહિત છે. કામાખ્યા મંદિરના ટ્રસ્ટી મુખિયા મોહિત શર્માએ કહ્યું હતું કે: “કોરોના સંકટના કારણે લાંબા સમય બાદ મંદિર ખોલવામાં આવ્યું છે. આ જ બદલાવના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે.”

Image Source

દેવી ભગવતીના 51 શક્તિપીઠોમાં એક કામાખ્યા શક્તિપીઠ પણ છે. અહીંયા દેવી સતીની યોનીનો ભાગ પડ્યો હતો. એટલા માટે આ ક્ષેત્રને કામક્ષેત્ર, કામરૂપ એટલે કે કામદેવનું ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. જે સ્થાન ઉપર માતા સતીનું અંગ પડ્યું હતું, ત્યાં કામાખ્યા દેવીનું પ્રાચીન મંદિર છે. આ મંદિર ગોવાહાટીથી 8 કીમી દૂર નીલાંચલ પર્વત ઉપર સ્થિત છે. આ મંદિરને અલૌકિક સિદ્ધિ અને તંત્ર સિદ્ધિનું પ્રમુખ સ્થળ માનવામાં આવે છે.