મનોરંજન

ધીરુભાઈ અંબાણીની દીકરી છે ખુબ જ સુંદર, લાઇમ લાઇટથી રહે છે હંમેશા દૂર, ભાઈના જ મિત્ર સાથે કર્યા છે લગ્ન

ધીરુભાઈ અંબાણીનો પરિવાર હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે, એ પછી એમના દીકરા મુકેશ અંબાણી હોય કે તેમના સંતાનો અને પત્ની, તો અનિલ અંબાણીનો પરિવાર પણ લાઇમ લાઇટમાં જોવા મળે છે. પરંતુ આ પરિવારમાં બે એવા સદસ્ય છે જે હંમેશા લાઇમ લાઇટથી દૂર રહે છે. વળી ઘણા લોકો તો હજુ પણ તેને ઓળખતા પણ નથી. તે છે ધીરુભાઈ અંબાણીની દીકરીઓ નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર.

Image Source

દીપ્તિના લગ્ન ગોવાના પ્રખ્યાત બિઝનેસમેન દત્તરાજ સલગાંવકર સાથે થયા છે. દત્તરાજના પિતા વાસુદેવ સલગાંવકર અને ધીરુભાઈ અંબાણી ખુબ જ સારા મિત્રો હતા. ધીરુભાઈ અંબાણી મુંબઈની ઉષાકિરણ બિલ્ડિંગની અંદર 14માં માળે રહેતા હતા તો વાસુદેવ 22માં માળે રહેતા હતા.

Image Source

દીપ્તિ અને દત્તરજની મુલાકાત પણ અહીંયા જ થઇ હતી. ધીરુભાઈ વાસુદેવને હંમેશા ગરમ ગરમ ભજીયા ખાવા માટે પોતાના ઘરે બોલાવતા હતા. આ દરમિયાન જ દત્તરાજ અને અંબાણી ભાઈઓ વચ્ચે ઘાઢ મિત્રતા બંધાઈ ગઈ.

Image Source

પારિવારિક સમારંભમાં દીપ્તિ અને દત્તરાજ મળવા લાગ્યા. અને ધીમે ધીમે એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા. 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ છેલ્લે 31 ડિસેમ્બર, 1983ના રોજ તેમના લગ્ન થઇ ગયા. લગ્ન બાદ તેમના ઘરે દીકરી ઇશિતા સલગાંવકર અને દીકરા વિક્રમ સલગાંવકરનો જન્મ થયો.

Image Source

દત્તરાજ ગોવાના એક વ્યાપારી છે અને એક ફૂટબોલ ટીમના મલિક પણ છે. તે સ્માર્ટ લિંક નેટવર્ક કંપનીના સ્વતંત્ર નિર્દેશક પણ છે.

Image Source

દીપ્તિ પણ દેખાવમાં કોઈ અભિનેત્રી કરતા કમ નથી, લગ્ન બાદ તે એક ગૃહિણી તરીકે જ પોતાનું જીવન વિતાવે છે અને હંમેશા લાઇમ લાઇટથી દૂર રહે છે. તેને જમવાનું બનાવવાનો ખાસ શોખ છે.

Image Source

ગોવાના હીરા વિહારની અંદર સલગાંવકરનો એક આલીશાન બંગલો આવેલો છે. આ બંગલાની ડિઝાઇન વિદેશી ઇન્ટરિયર્સ દ્વારા કરાવવામાં આવી છે.