જીવનશૈલી

મુકેશ અંબાણીની ભાવિ વહુ રાધિકા મોટી બહેનના મહેંદી સમારોહમાં જોવા મળી આવા અંદાજમાં, 5 તસ્વીરો વાયરલ

નીતા અંબાણી અને મુકેશ અંબાણીની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાશે. રાધિકા મર્ચન્ટ તેની મોટી બહેન અંજલી મર્ચન્ટના લગ્નના ફંક્શનની મજા માણતી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા અંજલિનો મહેંદી સમારોહ યોજાયો હતો. રાધિકા તેની બહેનના મહેંદી સમારોહમાં ભાગ લેતી જોવા મળી હતી. મહેંદી સમારોહની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Image Source

આ તસ્વીરોમાં રાધિકા તેની બહેન સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે રાધિકાની પોતાની થવાવાળી નણંદ ઈશા અંબાણી અને ભાભી શ્લોકા મહેતા સાથે ખાસ બોન્ડિંગ છે. જણાવી દઈએ કે રાધિકા સુંદરતામાં કોઈથી ઓછી નથી.

રાધિકા મહેંદી સમારોહના ફોટોઝમાં પીળા રંગનો લહેંગો પહેરેલી જોવા મળી રહી છે. તેના બંને હાથ પર મહેંદી લાગેલી છે. રાધિકા બહેન અંજલી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

Image Source

જણાવી દઈએ કે રાધિકા ખૂબ જ જલ્દી અંબાણી પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે. તે નીતા અંબાણીના નાના પુત્ર અનંત સાથે સાત ફેરા કરશે. હાલમાં બંનેના લગ્નની કોઈ તારીખ જાહેર થઈ નથી.

રાધિકાની બહેન અંજલિની પ્રી-વેડિંગ પાર્ટી બાલીમાં રાખવામાં આવી હતી, જેમાં અંજલિ અને રાધિકાના મિત્રોએ ભાગ લીધો હતો.

Image Source

રાધિકા હજી અંબાણી પરિવારની પુત્રવધૂ નથી બની, પરંતુ તે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં જોવા મળે છે. રાધિકા તેની થવાવાળી સાસુ નીતા સાથે સારું બોન્ડિંગ ધરાવે છે.

Image Source

રાધિકા મર્ચન્ટને અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં જોવામાં આવે છે. તે ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઇ પછી એક પાર્ટીમાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ પછી તે ઈશાના લગ્નમાં, અને આકાશના લગ્નમાં પણ જોવા મળી હતી અને અવારનવાર નીતા અંબાણી સાથે કોઈને કોઈ પ્રસંગે જોવા મળી જ જાય છે.

Image Source

રાધિકાની બહેનના મહેંદી સમારોહની તસ્વીરો ફેમસ મહેંદી ડિઝાઈનર વીણા નાગદાએ શેર કરી છે. જેમાં વીણા અંજલિ અને રાધિકા સાથે જોવા મળે છે. આ તસ્વીરોમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને લોકોને તેમની આ તસ્વીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચરમેન છે. રાધિકાએ ન્યુયોર્ક યુનિવર્સીટીથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.