દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનવાન લોકોની લિસ્ટમાં પણ શામિલ છે. ધનવાન હોવા છતાં પણ મુકેશ અંબાણી હંમેશા સાદગીમાં જ જોવા મળે છે. ધીરુભાઈ અંબાણીના માર્ગર્દશન પર ચાલનારા મુકેશ અંબાણીના બાળકો પણ પિતાના માર્ગદર્શન પર જ ચાલે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ઘણો કાર્યભાર સંભાળે છે.

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના બાળકો વિશે વાત કરતા જણાવ્યું હતું કે પોતાના ઘરમાં અનેક નોકર-ચાકર હોવા છતાં પણ તેના બાળકો પોતાનો રૂમ જાતે જ સાફ કરે છે.

ઇન્ટરવ્યૂમાં નીતાને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાના બાળકોને કેવી રીતે પોતાની જમીન સાથે જોડીને રાખીને છે(ડાઉન ટુ અર્થ)! જવાબમાં નીતાએ કહ્યું હતું કે મુકેશ અંબાણી અને હું સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. મધ્યમવર્ગીય પરિવારમાં અમુક વસ્તુઓ વગર રહેવું પડે છે.

નીતાએ કહ્યું કે તેના ત્રણે બાળકો આકાશ, ઈશા અને અનંતે ઘણો સમય પોતાના નાના સાથે વિતાવ્યો છે, જ્યા તેને પોતાની જમીન સાથે જોડાઈને(ડાઉન ટુ અર્થ) રહેવાની શિખામણ મળી હતી.

નીતાએ આગળ કહ્યું કે તેના પિતા સેન્ટાક્રુઝમાં રહેતા હતા અને તે બાળકોને લઈને લોકલ ટ્રેન દ્વારા ત્યાં જતી હતી. મારી માં ત્યારે અમદાવાદથી આવતી હતી અને બાળકોને ટ્રેનમાં જ લઈને ત્યાં જતી હતી. નીતાએ કહ્યું કે બાળકોને વસ્તુઓનું મહત્વ સમજવું અને જમીન સાથે જોડાઈને રહેવું ખુબ જરૂરી છે.

આ નીતા અંબાણીની શિખામણ જ હતી કે ઘરમાં આટલા બધા નોકરો હોવા છતાં પણ અંબાણીના બાળકો પોતાનો રૂમ જાતે જ સાફ કરે છે. જણાવી દઈએ કે અંબાણી હાઉસ ‘એન્ટેલિયા’માં નોકરોનો પગાર બે લાખ રૂપિયાથી પણ વધારે છે.