ગુજરાતમાં ફરી થશે જળ બમ્બાકાર, ઓગસ્ટ મહિનામાં આ તારીખે ફરી ત્રાટકશે મેઘરાજાની સવારી, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

બંગાળ ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન કારણે ઓગસ્ટ મહિનાની આ તારીખ સુધી ગુજરાતમાં થશે ધોધમાર વરસાદ, જુઓ અંબાલાલ પટેલે શું કહ્યું ?

Ambala Patel rain forecast: હાલ ગુજરાતમાં ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, આ વર્ષે સીઝનનો વરસાદ પણ પડી ગયો છે છતાં પણ હજુ મેઘમહેર ચાલુ જ છે.  ત્યારે આગામી સમયમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે જ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં પણ મેઘરાજાની માહેર યથાવત રહેશે.

દરિયા ડીપ ડિપ્રેશન :

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 9 ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પણ ખાબકી શકે છે. તેમને જણાવ્યું કે  પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે. અને દિન પ્રતિદિન વરસાદમાં વધારો થતો જોવા મળશે.

આ વિસ્તારમાં વરસશે વરસાદ :

અંબાલાલના જણાવ્યા અનુસાર 3થી 9 ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, ભરૂચના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની રહેશે.

અમદાવાદ ગાંધીનગરમાં પણ ધોધમાર :

આ ઉપરાંત તેમને પોતાની આગાહીમાં બનાસકાંઠા ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમા દાહોદ, ગોધરાના ભાગ, મધ્ય ગુજરાતના ભાગો જેવાકે વડોદરા, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત તેમને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.

Niraj Patel