અંબાલાલ પટેલની ભયાનક આગાહી, બંગાળની ખાડીમાં ઉઠેલુ નવું વાવાઝોડું આ સર્જી શકે છે વિનાશ; આવી રહી છે મોટી આફત

આ મહિનામાં એટલે કે નવેમ્બરમાં ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે અને આને લઇને વાતાવરણમાં મોટો પલટો આવશે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલે જણાવ્યું કે, 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે, ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે.

જો કે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે એવી પણ સંભાવના તેમણે વ્યક્ત કરી. આ ઉપરાંત ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવું પણ તેમણે જણાવ્યુ. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેમણે એવું પણ જણાવ્યુ કે જો હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓમાં પૂર આવે એવી શક્યતાને ના નકારી શકાય.

હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે. ત્યારે હવે વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે અને આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતનું નામ ફેંગલ હશે. IMD (ભારતીય હવામાન વિભાગ) એ મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે.

હિંદ મહાસાગર અને અડીને આવેલ દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23 નવેમ્બર આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે.

Shah Jina